Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ગુજરાત આયકર વિભાગને કોરોનાએ ફટકો લગાવ્યો : રૂ. ૬૫,૨૩૨ કરોડના ટારગેટ સામે રૂ. ૨૭,૨૩૨ કરોડની વસુલાત

હવે ટારગેટ પુરો કરવા દોડધામ : અત્યાર સુધીમાં રૂ. ૯૩૦૦ કરોડનું રિફન્ડ ચુકવ્યું

નવી દિલ્હી,તા. ૧૯: કેન્દ્રનું નાણા મંત્રાલય દર વર્ષે ગુજરાતમાંથી વધુમાં વધુ ઇનકમ ટેકસ ઉઘરાવવાનો ટાર્ગેટ આપે છે ત્યારે ચાલુ વર્ષ ગુજરાત ઇનકમ ટેકસ વિભાગને રૂ.૬૫૨૩૨ કરોડનો ટા્ર્ગેટ અપાયો હતો પરંતુ કોરોનાને કારણે ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં રૂ. ૯૩૦૦ કરોડના  રિફંડ ચૂકવણી કર્યા બાદ કુલ રૂ. ૨૭૨૩૨ કરોડની ચોખ્ખી વસૂલાત કરી છે. ટાર્ગેટ પૂરો કરવા માટે ઇનકમ ટેકસની ટીમ કામે લાગી ગઈ છે. ટીડીએસઅને એડ્વાન્સ ટેકસ તથા બાકી ટેકસની વસૂલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનાજણાવ્યા મુજબ જે રીતે ડિપાર્ટમેન્ટ કામ કરે છે તે મૂજબ ટાર્ગેટ પૂરો કરી દેવાશે.

દિવાળી બાદ ગુજરાતી આયકર વિભાગની ટીમ ખૂબ સક્રિય બની ગઈ છે. મોટા દરોડા પાડવાની કામગીરી શરૂ કરાઇ છે તે જોતા અધિકારીઓને ટાર્ગેટ પૂરો કરવા દબાણ કરાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં મોટા બિલ્ડર, ડેવલપર, મોટી કંપનીઓ પર દરોડાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.જે કંપનીઓએ કર્મચારીના પગારમાંથી કાપેલો ટીડીએસ સરકારી તિજોરીમાં જમા ન કરાવ્યો હોય તેવી કંપનીઓ સામે પણ પગલાં ભરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. ડિપાર્ટમેન્ટ દ્વાર ટાર્ગેટ પૂરો કરવાની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે.

ગુજરાત ઇંનકમ ટેકસ વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશનર અમિત જૈને જણાવ્યું હતું કે, નાણા મંત્રાલયે ગુજરાત આયકર વિભાગને રૂ.૬૫૨૩૨ કરોડનો ટાર્ગેટ આપ્યો હતો. આ પૈકી અત્યાર સુધીમાંડિપાર્ટમેન્ટે૩૬૫૬૦ કરોડની રિકવરી કરીછે.લગભગ રૂ. ૯૩૦૦ કરોડનું રિફંડ આપ્યું છે. એટલે કે ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. ૨૭૨૩૨  વસૂલાત થઈછે.તાજેતરમાંઅધિકારીઓએ ગુજરાતના જાણીતા બિલ્ડર ગ્રૂપ ૫ર દરોડા પાડીને કરોડની કરચોરી શોધી કાઢવાની સાથે રૂ.૧૦૦૦ કરોડની જમીન ટોચમાં લેવાની કવાયત શરૂ કરી છે. ગાંધીધામના એક મોટા ગ્રૂપ પરના દરોડામાં પણ કરોડોની કરચોરી સામે આવી છે. (૨૨.૮)

રાજ્યમાં ઇનકમ ટેકસ વિવાદના ૫૧૦૦૦થી વધુ કેસ બાકી, રૂ. ૭૮૦૦ કરોડ વિવાદમાં અટવાયા

ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ તથા કરદાતાઓ વચ્ચે ઊભા થયેલા વિવાદને કારણે : કરોડો રૂપિયા અટવાયા છે. દેશભરમાં આવા ૪,૯ લાખ વિવાદને કારણે ડિપાર્ટમેન્ટની રૂ. ૯.૩૨? લાખ કરોડની આવક અટવાઇ છે. તેનો નિકાલ થાય તે માટે સરકારે લોન્ચ કરેલી 'વિવાદ સે વિશ્વાસ' સ્કીમ સુપર ફ્લોપ સાબિત થઇ રહી છે. આથી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ચેમ્બરની મુલાકાત લઇ વધુમાં વધુ વેપારીઓ, કરદાતાઓ આ રકમનો લાભ લે તેવા પ્રયાસ આદર્યા છે. ગુજરાતમાં ઇનકમ ટેકસ વિવાદના ૫૧૦૦૦થી વધુ કેસ અને રૂ. ૭૮૦૦ કરોડ વિવાદમાં અટવાયા હતા. આ સ્કીમ અંતર્ગત ૬૧૯૬ કેસનો નિકાલ થયો છે અને ૯૬૨ કરોડની આવક થયાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. ચેમ્બર ખાતે ઇનકમ ટેકસના સિનિયર અધિકારીઓ અને અમદાવાદના સીએ અને અન્ય ટેકસ પ્રેકિટસનર્સ વચ્ચે બેઠક મળી હતી જેનો મુખ્ય હેતુ સરકાર દ્વારા નિપ્ફળ જઇ રહેલી આ રકીમને સફળ બનાવવાનો હતો. ચેમ્બરના હોદ્દેદારોએ વધુમાં વધુ વેપારીઓ અને કરદાતાઓ આ સ્કીમનો લાભલે  તેવી અપીલ કરી હતી. ચેમ્બર દ્વારા મુદત વધારવા માટે પણ રજૂઆત કરાઇ છે.

(9:48 am IST)