Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

બોલ વાગતાં ક્રિકેટ છોડ્યું અને ઉદય કોટક બેન્કર બની ગયા

વિશ્વના સૌથી ધનવાન બેંકરની સંપત્તિ ૧૬ અબજ ડોલર : ઉદય કોટક વિશ્વના ૧૨૫માં સૌથી ધનિક બેન્કર, આ વર્ષે તેમની સંપત્તિમાં ૧.૨૪ અબજ ડોલરનો વધારો થયો

મુંબઈ, તા. ૧૮ : ભારતના ઉદ્યોગપતિ ઉદય કોટક દુનિયાના સૌથી ધનવાન બેંકર છે જેમની કુલ સંપત્તિ ૧૬ અબજ ડોલર છે. તેઓ દુનિયાના ૧૨૫માં સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૧.૨૪ અબજ ડોલરનો વધારો થયો છે. 

ઉદય કોટક મૂળ સ્વરૂપે ગુજરાતના રહેવાસી છે. ૧૯૮૫માં તેમણે ઈન્વેસ્ટમેન્ટ કંપનીને શરૂઆત કરી હતી. આ માટે તેમણે ૩૦ લાખ રૂપિયાની વ્યવસ્થા પોતાના પરિવાર અને મિત્રો પાસેથી કરી હતી. ત્યાર બાદ તેમણે મહિન્દ્રા ગ્રુપ સાથે ભાગીદારી કરી. ઉદય કોટકે ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારીને સ્ટોક બ્રોકિંગ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, ઈન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડમાં કર્યો. ૨૦૦૩માં તેમને આરબીઆઈ તરફથી બેંકિંગનું લાઈસેન્સ  પણ મળી ગયું.

જોકે ઉદય કોટકના અંગત જીવન વિષે ખુબ જ ઓછા લોકો જાણે છે. કોટક બાળપણમાં ક્રિકેટર બનવા માંગતા હતાં. એક દિવસ રમતા રમતા તેમના માથામાં ગંભીર ઈજા થઈ ગઈ જેના કારણે તેમને તત્કાળ સર્જરી કરવી પડી. આ ઘટના બાદ તેમણે ક્રિકેટર બનવાનું સપનુ છોડી દીધું અને પારિવારીક બિઝનેસમાં જોડાઈ ગયા. ત્યાર બાદ તેમણે જમનાલાલ બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએનો અભ્યાસ કર્યો. અભ્યાસ પુરો થયા બાદ તેમને ૧૯૮૫માં પોતાની ઈન્વેસ્ટમેન્ટ કંપની ખોલી.

કોરોના મહામારીના કારણે જ્યારે પોતાના દેશને બેંકોની સ્થિતિ નબળી પણ કોટક મહિન્દ્રા બેંકનું પ્રદર્શન અન્ય બેંકોની સરખામણીમાં ઘણું  જ સારૂ છે. ઈન્ડર્સ્ટ્રીના લોકોનું કહેવું છે કે, ઉદય કોટકના નેતૃત્વના કારણે બેંએ ગંભીર સેક્ટરને પણ ક્યારેય છુટ્ટા હાથે લોન નથી આપી. એજ કારણછે કે, આટલી ગંભીર સ્થિતિમાં પણ તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બેંકે કોરોના મહામારી જેવા સંકટના સમયમાં પણ કેપિટલ ભેગુ કર્યું છે જેથી કરીને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. તેવી જ રીતે કંપની પર બેડ લોનનો ભાર પણ અન્ય બેંકોની સરખામણીએ ઘણો જ ઓછો છે.

(12:00 am IST)