Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ICMRનાં ડીજી ડો. બલારામ ભાર્ગવ કોરોના પોઝિટિવ: એઈમ્સનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ

નવી દિલ્હી: ICMRનાં ડીજી ડો. બલારામ ભાર્ગવને કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને તેમને એઈમ્સનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.કોરોના રોગચાળા અંગે ICMR કહે છે કે દેશમાં આ સમયે રિકવરી રેટ સારો છે. પણ આપણે આવનારા સમયમાં વધારે જાગૃત રહેવું પડશે. આ સાથે જ, ICMR કહે છે કે કોરોના સામેની લડતમાં રસી બનાવવાની તૈયારી યુદ્ધના ધોરણે ચાલુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારત બાયોટેક અને ICMRનાં સંયુક્ત પ્રયાસો હેઠળ કોવાક્સિન, રસીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. કોવાક્સિન ફેઝ 1નાં અંતિમ ટ્રાયલ અંગે માહિતી આપતા કહ્યું કે વોલન્ટિયર પર કોઇ પણ પ્રકારની ગંભીર આડઅસર જોવા મળી નથી. વચગાળાના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે જ્યાં ઈન્જેક્શન લગાવવામાં આવ્યું હતું કે ત્યાં પીડાની ફરિયાદ નોંધાવી હતી.

(12:04 am IST)