Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

મમતા બેનરજી આઇપીએસ અધિકારીઓની પ્રતિનિયુક્તીને લઇને સુપ્રીમ કોર્ટમાં પહોંચશે

ત્રણ IPS અધિકારીઓની કેન્દ્રીય પ્રતિનિયુક્તી મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેડરના ત્રણ IPS અધિકારીઓની કેન્દ્રીય પ્રતિનિયુક્તી કરવામાં આવતા કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે.મમતા બેનરજી આઇપીએસ અધિકારીઓની પ્રતિનિયુક્તીને લઇને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી છે

  કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકાર વચ્ચે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર એક બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠક બાદ મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં જવા પર અંતિમ નિર્ણય લેશે.

 ગૃહ મંત્રાલયે ત્રણેય આઇપીએસ અધિકારીઓ ડાયમંડ હાર્બરના એસપી ભોલાનાથ પાંડે, દક્ષિણ બંગાળના એડીજી રાજીવ મિશ્રા અને પ્રેસિડેન્સી રેન્જના ડીઆઇજી પ્રવીણ કુમાર ત્રિપાઠીને પ્રતિનિયુક્તી માટે દિલ્હી બોલાવવામાં આવ્યાની પૃષ્ટી કરી હતી. આ તમામ અધિકારી તે સમયે પ્રભારી હતા, જ્યારે નડ્ડાના કાફલા પર ગુરૂવારે હુમલો થયો હતો. કેન્દ્રની પ્રતિનિયુક્તી રોકવાના મમતા સરકારના નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો હતો

(12:00 am IST)