Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અમદાવાદમા કાલે રાત્રે 9 વાગ્યા થી સોમવાર સવારે છ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ : દૂધ મેડિકલ સિવાય બધું જ બંધ રહેશે : મોડીરાત્રે અમદાવાદમા કોરોના સ્થિતિની સમીક્ષા બેઠક બાદ લેવાયો નિર્ણંય: શ્રી રાજીવ ગુપ્તાનું ટ્વીટ

અમદાવાદ : અમદાવાદમાં  શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધી એમ સળંગ 60 કલાક માટે કરફ્યુ લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે રાત્રે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ પડશે. આમ હવે વીકેન્ડ કરફ્યુ પછી દરરોજે રાત્રે નવ વાગ્યાથી દરરોજે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ મુજબ કરફ્યુનો અમલ જારી રહેશે.

 હવે અમદાવાદમાં શનિવાર અને રવિવારે પણ કરફ્યુ લાગુ પડશે. કરફ્યુ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. બાકીની તમામ દુકાનો બંધ રહેશે.

અમદાવાદમાં આ અગાઉ પહેલી ઓગસ્ટે કરફ્યુ હટાવાયો હતો. હવે કેસો વધવાના પગલે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આમ હવે જો કરફ્યુના સમયગાળા દરમિયાન રાત્રે બહાર દેખાશો તો કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે. હવે લાંબા સમય સુધી નાઇટ કરફ્યુ લાગુ પડે તેવી સંભાવના છે.

(10:40 pm IST)