Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજકોટમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સાંજે વધુ 45 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 85 કેસ નોંધાયા : 81 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : કુલ કેસનો આંક 9936 એ પહોંચ્યો: હાલ 636 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 45 અને બપોરે 40 સાથે આજે કુલ 85 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 45  રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 9936 થયા છે. હાલમાં 636 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 81 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે

(7:49 pm IST)