Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અરજદાર કે તેના એડવોકેટ નક્કી કરેલી મુદતે કોર્ટમાં હાજર ન રહે તેથી તેની અરજી રદ કરી શકાય નહીં : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ભૂલભરેલો ગણાવ્યો : આર્મ્સ એક્ટ હેઠળ જેલવાસ ભોગવી રહેલા રોજમદાર મજુરની રદ કરાયેલી રીવીઝન અરજી ફરીથી હાથ ધરવાનો આદેશ

ન્યુદિલ્હી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે  અરજદાર કે તેના એડવોકેટની ગેરહાજરીને કારણે રીવીઝન અરજી રદ કરવાના પંજાબ એન્ડ હરિયાણા  હાઇકોર્ટના 11 ફેબ્રુઆરીના  નિર્ણયને ભૂલભરેલો ગણાવ્યો હતો.નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અરજદાર સામાન્ય મજુર છે.તથા આર્મ્સ એક્ટના ભંગના આરોપસર હાલમાં જેલમાં છે.જેના રાજ્ય સરકારના લીગલ સેલના સલાહકાર કોર્ટમાં હાજર નહીં રહેવાથી તેની રીવીઝન અપીલ રદ કરી દેવાનું પગલું યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટની 3 જજની ખંડપીઠે નોંધ્યું હતું કે રોજમદાર તરીકે કામ કરતા મજૂરને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 2015 ની સાલમાં આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ દોષિત ગણ્યો હતો.જે બાબતને એડિશનલ ડીસ્ટ્રીકટ તથા સેશન જજે 2017 ની સાલમાં યોગ્ય ગણતો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ તેણે રોહતાક લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા પંજાબ એન્ડ  હરિયાણા હાઇકોર્ટમાં ટીવીઝન પિટિશન દાખલ કરી હતી. જે  હાઇકોર્ટે  તેની તથા તેના લીગલ સલાહકારની ગેરહાજરીને કારણે 11 ફેબ્રુઆરીના રોજ રદ કરી  હતી.જેથી અરજદારને સુપ્રીમ કોર્ટમાં જવાની ફરજ પડી હતી.

સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજદારે ગુજારેલી અરજ મુજબ તે ગરીબ રોજમદાર મજુર છે.જે ઉપરોક્ત કલમ હેઠળ દોષિત ગણાવાયો છે.પોતે એડ્વોકેટનો ખર્ચ કરી શકે તેમ ન હોવાથી રાજ્ય સરકારના લીગલ સેલના સલાહકારની મદદથી હાઇકોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી હતી.જેમાં પોતે જેલમાં હોવાથી અને તેના સલાહકાર 4 વખત કોર્ટમાં હાજર નહીં રહેવાથી તેની અરજી  રદ કરી દેવામાં આવી છે.

આ અનુસંધાને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે અરજદારના સલાહકાર હાજર ન હોય તો અન્ય સલાહકારની નિમણુંક કરવી જોઈએ તેમ જણાવ્યું હતું તથા તેનો બચાવ કરવાનો અધિકાર જળવાવો જોઈએ તેમ ઉમેરી હાઇકોર્ટને તેની રીવીઝન અરજી ફરીથી હાથ ઉપર લેવા અને અરજદારને નક્કી કરેલી મુદતે જામીન  ઉપર છોડવાનો આદેશ કર્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)