Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અમદાવાદમાં રાત્રી કર્ફયુ

અમદાવાદમાં કોરોના ગાંડોતૂર : રાત્રે ૯ થી સવારે ૬ સુધી કર્ફયુ લગાવાયો

અસારવા સિવિલ કેમ્પસમાં 400થી વધુ બેડ અને સોલા સિવિલમાં 400થી વધારે પથારીઓ ઉપરાંત ગાંધીનગર સિવિલમાં પણ 100 બેડ મળીને કુલ 900 બેડની વ્યવસ્થા : જુદી જદુઈ ખાનગી હોસ્પિટલમાં પણ બેડની વ્યવસ્થા કરવા આયોજન

અમદાવાદ ; અમાદાવાદમાં કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો જોવાયો છે ત્યારે શિયાળાની ઋતુનો પણ પ્રારંભ થયો છે તેવામાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા સરકાર એલર્ટ બનીછે

આવતી  કાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરાયો છે ઉપરાંત શોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન માટે તંત્ર સાબદું બન્યું છે વધુમાં કોરોના કેસ વધતા  અસારવા સિવિલ કેમ્પસમાં 400થી વધુ બેડ અને સોલા સિવિલમાં 400થી વધારે પથારીઓ ઉપરાંત ગાંધીનગર સિવિલમાં પણ 100 બેડ મળીને કુલ 900 બેડની વ્યવસ્થા : જુદી જદુઈ ખાનગી હોસ્પિટલમાં પણ બેડની વ્યવસ્થા કરવા આયોજન કર્યું છે

(6:41 pm IST)