Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોના કાળમાં વધુ ગંભીરતા અને જવાબદારી સાથે સ્વયંસેવકોએ કાર્ય કરવું પડશે : ભાગવતજી

સોશ્યલ ડીસ્ટન્સ સાથે શાખાઓ લગાવાશે : સાપ્તાહીક કુટુંબ બેઠકો શરૂ કરવા આહવાન

ગાઝીયાબાદ,તા. ૧૯: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખીલ ભારતીય કાર્યકારી મંડલ, પશ્ચિમી યુપી વિસ્તારની બે દિવસીય બેઠકને સંબોધતા સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતે જણાવેલ કે કોરોનાના કારણે સામાજીક પરિવેશમાં સ્વંય સેવકોએ પોતાની ભૂમિકા બદલવાની જરૂર છે. તેમણે હાલ ઓનલાઇન ચાલી રહેલ શાખાઓને હવે તેના જૂના સ્વરૂપે લાવવા જોર આપ્યું હતું. તેમણે જણાવેલ કે આગામી દિવસોમાં શાખાઓને કોરોના સંબંધી સાવધાનીઓ સાથે સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખતા ખુલા મેદાનમાં લગાવાશે.

ભાગવતજીએ કહેલ કે ભારતની પ્રાચીન કુટુંબ પરંપરામાં પરસ્પર સ્નેહ અને સામંજસ્ય વિશેષતા રહી છે. તેવામાં તેમણે રાષ્ટ્રભકિત, સેવા, સંસ્કારની ભાવના મજબુત કરવા માટે સાપ્તાહીક કુટુંબ બેઠકો શરૂ કરવામાં આહવાન કરેલ. આ બેઠકમાં સરકાર્યવાહ ભૈયાજી જોષી, સહ સરકાર્યવાહ દતાત્રેય હોસબોલે, ડો.કૃષ્ણ ગોપાલ, ડો. મનમોહન વૈદ્ય સહીતના આગેવાનો હાજર રહેલ.

(3:50 pm IST)