Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ઉત્તર પ્રદેશઃ આશરે ૫૦ બાળકોના યૌન શોષણના આરોપી જૂનિયર એન્જિનિયરની ધરપકડ

નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યૂરોના ડેટા મુજબ ભારતમાં દર રોજ ૧૦૦થી વધારે બાળકોનુ યૌન શોષણ થાય છે

નવી દિલ્હી,તા.૧૯:દેશમાં મહિલાઓ અને બાળકો પર થતા શારિરીક અત્યાચારોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. આવા જ એક કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ ઉત્ત્।ર પ્રદેશના સિંચાઇ વિભાગના જૂનિયર એન્જિનિયરની ધરપકડ કરી હતી. તેની પર આશરે ૫૦ બાળકો (૫થી૧૬ વર્ષના)નું શારિરીક શોષણ કરવાનો આરોપ હતો.

સીબીઆઇના જણાવ્યા મુજબ આરોપી આ કૃત્યો ૧૦ વર્ષથી પણ વધુ સમયથી આચરી રહ્યો હતો. આરોપી વીડિયો અને ફોટોગ્રાફનુ ઓનલાઇન વેચાણ પણ કરતો હતો.

સીબીઆઇએ તપાસ દરમિયાન આઠ મોબાઇલ ફોન, આઠ લાખ રોકડ, સેકસ ટોયઝ, લેપટોપ અને મોટા પ્રમાણમાં ચાઇલ્ડ અબ્યુસ મટેરિયલ જપ્ત કર્યુ હતું. આરોપીએ પોતાના નિવદેનમા કબૂલ કર્યુ હતું કે, આ કરતૂતને લઇને મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક ગેજેટ્સની લાલચે તે બાળકોને ચૂપ રાખતો હતો.

જાન્યુઆરીમાં નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યૂરોના ડેટા મુજબ ભારતમાં દર રોજ ૧૦૦થી વધારે બાળકોનુ યૌન શોષણ થાય છે અને ચોંકાવનારી બાબત એ છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આ કેસોમાં ૨૨ ટકાનો વધારો થયો હતો.

(9:31 am IST)