Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ઓવૈસીનો વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર : પૂછ્યું તમને બાંગ્લાદેશથી આટલો પ્રેમ કેમ છે?

ઝારખંડનો કોલસો, અદાણીના પૈસા, મોદીના ચહીતા અને વીજળી બાંગ્લાદેશને? ઝારખંડને કેમ નહિ,

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે. રાજ્યમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન પણ નસીબ અજમાવી રહી છે. પાર્ટીના પ્રમુખ ઓવૈસીએ ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી છે અને તેમનો સતત પોતાના વિરોધીઓ પર વાર ચાલુ છે.

  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ટ્વિટ કર્યુ કે ઝારખંડનો કોલસો, અદાણીના પૈસા, મોદીના ચહીતા અને વીજળી બાંગ્લાદેશને, ઝારખંડને નહિ, તમને બાંગ્લાદેશ સાથે આટલો પ્રેમ કેમ છે?

ઓવૈસીની પાર્ટીએ એલાન કર્યુ હતુ કે ઝારખંડમાં તેમની પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશે.ઝારખંડ વિશે AIMIM કોઈ પણ પોસ્ટ કરે તો તેની સાથે AbBarabariKiBaatHogi (અબબરાબરકીબાતહોગી) નો ઉપયોગ કરી રહી છે.

(1:17 pm IST)
  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST

  • આધાર કાર્ડ સાથે ૨૯.૩૦ કરોડ પાનકાર્ડ લીન્ક થઈ ચૂકયા છે : સંસદમાં મોદી સરકારની જાહેરાત access_time 1:01 pm IST

  • અખિલેશ સાથે હાથ મિલાવવા તૈયાર : શિવપાલ : ૨૦૨૨માં અખિલેશ યાદવની સાથે ચુંટણી લડવા તૈયારઃ અખિલેશ બનશે મુખ્યમંત્રી : સમાજવાદી પક્ષના ગઢ ઇટાવામાં શિવપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. પ્રગતિશીલ સમાજવાદી પક્ષ બનાવનાર શિવપાલ યાદવે કહ્યું કે તેઓ સપા સાથે ગઠબંધન કરવા ઇચ્છે છે અને તેઓ પરિવારમાં એકતા સ્થાપવા ઇચ્છે છે.( access_time 3:56 pm IST