Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શ્રીલંકામાં ભારત વિરોધી સરકાર આવતા ઇમરાનનો હરખ મા'તો નથી

કોલંબોઃ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ગોટબાયા રાજપક્ષેની પસંદગી થતાં જ ભારત, ચીન અને પાકિસ્તાનની સાથો સાથ શ્રીલંકાના સંબંધોને લઇ અટકળો લગાવામાં આવી રહી છે. કહેવાય છે કે નવા રાષ્ટ્રપતિના ભારત સાથેના સંબંધોની પરખ માત્ર ચીનની સાથે તેમના પરિવારની નિકટતાના સંબંધોથી જ નહીં પરંતુ પાકિસ્તાનની સાથે ખુદ તેમના સંબંધોના આધાર પર થશે. તો પાકિસ્તાનને શ્રીલંકામાં નવી આશા દેખાવા લાગી છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના અધિકારીએ ઓળખ ગુપ્ત રાખવાની શરત પર પાકિસ્તાની અખબાર ડેલી એકસપ્રેસ ટ્રિબ્યુનને કહ્યું કે તેઓ (રાનિલ વિક્રમસિંદ્યે) ભારતના એટલા નજીક હતા કે પાકિસ્તાન  પ્રત્યે તેમનું વલણ ખૂબ જ નરમ રહ્યું. જો (સજીત) પ્રેમદાસા ચૂંટણી જીત્યા હોત તો પાકિસ્તાન માટે મોટો ઝાટકો હોત. તેમણે કહ્યું, 'ગોટબાયા રાજપક્ષેની ચૂંટણી જીતવી ખરેખર પાકિસ્તાન માટે એક સકારાત્મક સંદેશ છે.'

 મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજપક્ષેને ૧૯૭૦ના દાયકામાં એક યુવા સૈન્ય અધિકારી તરીકે ઓફિસર્સ ટ્રેનિંગ કોર્સ માટે એ સમયે પાકિસ્તાન મોકલ્યા હતા જયારે બંને દેશોની વચ્ચે ખૂબ જ દ્યનિષ્ઠ સંબંધ રહ્યા કરતા હતા. બાદમાં એલટીટીઇની સાથે યુદ્ઘ દરમ્યાન જયારે તેઓ પોતાના ભાઇ અને તત્કાલીન રાષ્ટ્રપતિ મહિંદ્રા રાજપક્ષેની અંદર રક્ષા સચિવ હતા, ત્યારે પાકિસ્તાની સેનાએ શ્રીલંકાની સેનાની મદદ કરી હતી.

 રાજપક્ષેને ચૂંટણીમાં જીત મળતા જ પાકિસ્તાને ફટાક કરતાં અભિનંદન પાઠવી દીધા જેવું કે ભારતે કર્યું. આ દ્યટનાથી વાકેફ લોકોએ કહ્યું કે પાકિસ્તાને કોલંબોની નવી સરકારથી પાકિસ્તાનને લઇ પૂર્વમાં લીધેલા કેટલાંક નિર્ણયઓને પાછા ખેંચે તેવી આશા વ્યકત કરી છે.

(1:11 pm IST)