Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શ્રીલંકાની ચૂંટણી : મુસ્લિમ મતદારોને કલાકો સુધી અટકાયતમાં રખાયાનો ખુલ્લો આરોપ

કોલંબો,તા.૧૯ : શનિવારે શ્રીલંકામાં યોજાયેલ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના મતદાન સમયે ઉત્ત્।ર શ્રીલંકાના મુસ્લિમ મતદારોને લઈ જતી બસ પર હુમલાખોરોએ ગોળીબાર કર્યા હતા તેમજ તેમને કલાકો સુધી રોકી રાખી પરેશાન કરાયા હોવાની કાર્યકરોએ ફરિયાદ કરી છે. પશ્યિમના તટીય શહેર પુટલામથી ર૦૦ બસો ભરીને મતદારોને મન્નાર જિલ્લામાં લઈ જવાતા હતા. તેમની બસો પર પથરાવ કરાયો હતો. તેમજ ગોળીબારો કરાયા હતા. જેમાં કોઈ જાનહાનિના સમાચારો નથી. બસો પર તનતીરીમાલા માર્ગ પર પથરાવ કરાયો હતો પરંતુ તેમને મન્નાર છોડતાં રોકી દેવાયા હતા. મતદાન કર્યા બાદ તેમને મન્નાર ખાતે બે કલાકથી વધુ સમય સુધી પાણી અને ખોરાક વગર અટકાયતમાં રખાયા હતા તેમ માનવ અધિકાર કાર્યકર શ્વીનસરૂરે જણાવ્યું છે. પોલીસે કહ્યું કે તેમને ચૂંટણી પંચના હુકમથી અટકાયતમાં રખાયા હતા. કદાચ તેમને પુનઃ મતદાન કરવાની જરૂર જણાય. આ મતદારો મન્નાર અને પટલામ બન્ને શહેરોની મતદાર યાદીમાં નોંધાયેલા છે. આ તંત્રનો ગોટાળો છે. બસોને પુનઃ જવા દેવાની છૂટ મળ્યા બાદ તેને અનુરાધાપુર નગર ખાતે પોલીસે રોકી હતી. બસોની સલામતી સામે જોખમ હોવાથી ૪ વાગ્યા સુધીમાં એસ્કોર્ટ અપાયા બાદ રવાના કરાશે. ચૂંટણી પંચની દખલ બાદ બસોને રવાના કરાઈ હતી.

(1:11 pm IST)
  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • સુપ્રીમમાં મરાઠા અનામત મામલે સુનાવણી ટળીઃ ૧૫મી જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી access_time 1:02 pm IST

  • યમનના હુતી વિદ્રોહીઓએ લાલ સાગરથી દક્ષિણ કોરિયાઈ જહાજનું અપહરણ કર્યું : યમનમાં લડી રહેલા સાઉદી આરબની ગઠબંધન સેનાએ કહ્યું કે ઈરાન સમર્થિત બળવાખોરોએ લાલસાગરથી એક સબમરિનનું અપહરણ કર્યું છે access_time 1:15 am IST