Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ચિફ જસ્ટીસ બોબડેનો કાર્યકાળ ૧૭ મહિનાનો રહેશે

નવીદિલ્હીઃ ભારતના નવા ચિફ જસ્ટીસ શ્રી બોબડેનો કાર્યકાળ ૨૩ એપ્રીલ ૨૦૨૧ (૧૭ મહિના) સુધી રહેશે. ૧૯૭૮માં મહારાષ્ટ્રમાં બાર કાઉસીલના સભ્ય બનેલ જસ્ટીસ બોબડેએ નાગપુર યુનિર્વસીટીમાંથી કાયદાની ડિગ્રી મેળવેલ. તેમણે મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં ૨૧વર્ષ વકીલાત કરી હતી. આ દરમિયાન તેઓ બોમ્બે હાઈકોર્ટેની મુખ્ય બેન્ચ અને સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેકટીસ કરતા હતા.

(11:39 am IST)
  • હું 50 વર્ષની થતા સબરીમાલા આવીશ : 9 વર્ષની બાળકીએ તખ્તી પર લખ્યો સંદેશ : સબરીમાલા મંદિરમાં પહોંચેલી બાળકીએ મેસેજ આપ્યો : કેરળમાં સબરીમાલા મંદિર જતી વેળાએ 9 વર્ષની બાળકીએ ગળામાં લટકતી તખ્તીમાં લખેલ સંદેશે સૌનું ધ્યાન ખેંચ્યું access_time 1:18 am IST

  • રાજસ્થાનની સ્થાનીક ચૂંટણીઓમાં કોંગ્રેસ આગળ : : રાજસ્થાનમાં શનિવારે યોજાયેલી સ્થાનીક ચૂંટણીઓની મત ગણતરી આજ મંગળવારે ચાલુઃ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોંગ્રેસ ૪૯૫ અને ભાજપ ૩૯૨ વોર્ડમાં વિજેતા access_time 4:08 pm IST

  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST