Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજસ્થાન: સચીન પાયલોટને ઘેરવા ભાજપે ખેલ્યું મુસ્લિમ કાર્ડ:એકમાત્ર મુસ્લિમ નેતાને મેદાને ઉતાર્યા

ભાજપે પહેલા અજીતસિંહ મેહતાની જાહેરાત કર્યા બાદ અંતિમ લિસ્ટમાં યુનુશખાનને ઉમેદવાર બનાવ્યા

જયપુર ભારતીય જનતા પાર્ટીએ ટોંક વિધાનસભા સીટ પર પોતાના ઉમેદવાર બદલીને ત્યાંના મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના તેમજ પીડબલ્યુડી મંત્રી યુનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ખાનનો મુકાલબો કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સચીન પાયલોટ સાથે થશે. બીજેપીએ અંતિમ સમયે પોતાની રાજનીતિમાં બદલાવ કરતા આ મુસ્લિમ બહુમતીવાળી સીટ પર સચીન પાયલટને ઘેરવાનો પ્રયાસ કર્યો છે

બીજેપીએ સોમવારે જાહેર કરેલ ઉમેદવારોના અંતિમ લિસ્ટમાં યુનુસ ખાનનું નામ ટોંક સીટથી સામેલ કર્યું છે. પાર્ટીએ આ પહેલા અહીંથી પોતાના હાલના ધારાસભ્ય અજિત સિંહ મેહતાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ કોંગ્રેસ જ્યારે મુસ્લિમ બહુમતી ટોંક સીટથી પાયલટને ઉતારવાની જાહેરાત કરી, તો એ અટકળો પ્રબળ બની હતી કે, બીજેપી પોતાનો ઉમેદવાર બદલીને યુનુસ ખાનને ઉતારી શકે છે

(11:55 pm IST)