Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મધ્યપ્રદેશમાં કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીનો વિરોધ:ફેકવામાં આવી શ્યાહી:કાર્યકર્તની અટકાયત

હિન્દૂ સેનાના કાર્યકર્તા પર શ્યાહી ફેંકવાનો આરોપ :શ્યાહીનો ઉપયોગ દેશના ભવિષ્ય માટે થઇ શક્યો હોત: કનૈયાકુમારનો કટાક્ષ

ગ્વાલિયર : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં વિરોધમાં વાતાવરણ બનાવવા ગ્વાલિયર પહોંચેલા જેએનયુનાં વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને ગુજરાતનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થયો હતો  એક કાર્યક્રમમાં પહોંચેલા કનૈયા અને જિગ્નેશ પર કેટલાક લોકોએ શ્યાહી ફેંકી હતી. શ્યાહી ફેંકવાનો આરોપ હિન્દૂ સેનાના એક કાર્યકર્તા પર લાગ્યો છે. ત્યાર બાદ તે કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.

કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી ગ્વાલિયરમાં સંવિધાન બચાવો યાત્રાને સંબોધિત કરતા ગ્વાલિયર આવ્યા હતા. દરમિયાન કનૈયા કુમારે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા અને કહ્યું કે, જે વ્યક્તિને વડાપ્રધાન પપ્પુ પપ્પુ કહે છે તેણે વડાપ્રધાનને ફીણ લાવી દીધા છે અને અરૂણ શૌરીજી કહે છે કે ભાજપ સત્તામાં રહી તો સંવિધાન પર ખતરો પેદા થશે. તેના પરથી તમે સમજી શકો છો કે પરિસ્થિતી કેટલી ખરાબ છે

કનૈયા કુમારે પોતાનાં પર શ્યાહી ફેંકાવા અંગે કહ્યું કે, તે શ્યાહી પેનમાં જ રહેવા દીધી હોત અને તે પેનનો ઉપયોગ દેશનાં વિકાસની  ઇમારત ચણવા માટે કર્યો હોત તો વધારે સારૂ થાત. બીજી તરફ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, હું ઇચ્છું છું કે કોઇ પણ પરિસ્થિતીમાં ભાજપની સરકાર ન બનવી જોઇએ. જ્યારે તેઓ ચેમ્બર ઓફ કોમર્સ પહોંચ્યા તેની પહેલા જ હિન્દૂ સેનાના કાર્યકર્તા કાર્યક્રમ સ્થળની બહાર હોબાળો કરી રહ્યા હતા, વિરોધને જોતા મોટા પ્રમાણમાં પોલીસ દળ ફરજંદ કરવામાં આવ્યું હતું. પોલીસે કનૈયા કુમાર આવે તે પહેલા જ હિન્દુ સેનાના કાર્યકર્તાની અટકાયત કરી લેવાઇ હતી.  

(11:50 pm IST)