Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

KMP એકસપ્રેસ- વેનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્રભાઈ

હિરયાણા ગુરૂગ્રામ જીલ્લાના સુલતાનપુર ખાતે  છ લેનના  કુંડલી- માનેસર- પલવલ એકસપ્રેસ- વેને નરેન્દ્રભાઈએ ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે તેમણે જણાવેલ કે આ એકસપ્રેસ- વે વિકાસ અને ક્રાંતિનું પ્રતીક છે. દિલ્હીમાં પ્રદુષણ ઓછુ કરવા એકસપ્રેસ- વે મહત્વનો સાબીત થશે સાથો સાથ રાજધાનીની ટ્રાફીક સમસ્યા પણ ઓછી કરવામાં મદદ કરનાર હોવાનું જણાવેલ. તેમણે ઉમેરેલ કે કોઈપણ ક્ષેત્રમાં વધતી કનેકટીવીટી પોતાની સાથે રોજગારીની નવી તકો પણ લઈને આવે છે. ઉદ્ઘાટન પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર પણ હાજર રહ્યા હતા.

(4:20 pm IST)