Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મોદીને તેમની સાચી જગ્યા ઉર્જિત પટેલ દેખાડશે

RBI સાથે વિવાદ અંગે રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ

નવી દિલ્હી તા. ૧૯ : કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં છેલ્લાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે આજે આરબીઆઈ બોર્ડની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઇ શકે છે. આ બેઠક શરૂ થઇ તે પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાંધ્યું હતું.

સોમવાર સવારે કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને લખ્યું, મિસ્ટર મોદી અને તેમની મંડળી, સતત દેશના સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે. આજે આરબીઆઈની બેઠકમાં પોતાની કઠપૂતળીઓ દ્વારા તેની કોશિષ કરશે. મને લાગે છે કે ઉર્જીત પટેલ અને તેમની ટીમ વડાપ્રધાનને તેમની જગ્યા આપશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈની વચ્ચે ચાલી રહેલાં ગતિરોધની વચ્ચે આજે બેન્કના બોર્ડની મીટિંગ થઇ રહી છે. કહેવાય છે કે આ બેઠકમાં નાણાં મંત્રાલય અને આરબીઆઈની વચ્ચે અગત્યના બિંદુઓ પર સહમતિ બની શકે છે. મુંબઇમાં આ બેઠક ચાલી રહી છે.

ઉલ્લેખનીય છેકે ઘણા સમયથી સરકાર અને આરબીઆઈની વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આજે બેન્કના ડાયરેકટર મંડળની બેઠક ચાલી રહી છે. આની પહેલાં સરકાર અને બેન્કની તરફથી ટિપ્પણી થતી રહી છે.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય પોતાની ટિપ્પણીમાં કહી ચૂકયા છે કે સરકારે જે પોતાના કેન્દ્રીય બેન્કની સ્વતંત્રતાનું સમ્માન કરતાં નથી. તેમને ટૂંક સમયમાં જ નાણાંકીય બજારની નારાજગીનો સામનો કરવો પડશે. બીજીબાજુ આરબીઆઈ ગવર્નર આ ઘમાસણની વચ્ચે વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી ચૂકયા છે.

(4:24 pm IST)