Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મહિનામાં પેટ્રોલના ભાવમાં ૭.૨૯ રૂપિયા ત્યારે ડીઝલમાં ૩.૮૯ રૂપિયાનો ઘટાડો

નવીદિલ્હી, તા.૧૯:  દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ૨૯માં દિવસે ઘટાડો નોંધાયો હતો. રવિવારે પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો ઘટાજો નોંધાયો હતો. દિલ્હીમાં પેટ્રોલ ૭૬.૭૧ પ્રતિ લિટર અને ડીઝલ ૭૧.૫૬ રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે છેલ્લા એક મહિનામાં ૭.૨૯ અને ડિઝલમાં ૩.૮૯ પ્રતિ લિટરનો દ્યટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૮ ઓકટોબરથી સતત ઘટાડો થઇ રહ્યો છે. અહીંયા નોંધવું રહ્યું કે, ૪ ઓઓકટોબરે પેટ્રોલનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો હતો. ત્યારે દિલ્હીમાં ૮૪ રૂપિયા પ્રતિ લિટર અને મુંબઇમાં ૯૧.૩૪ રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ પહોંચ્યું હતું. આ જ રીતે ડીઝલના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યાં હતા.

- ૧૮-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૨૦ પૈસા જયારે ડીઝલના ૧૮ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૧૬-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૮ પૈસા જયારે ડીઝલના ૧૬ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૧૫-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૫ પૈસા જયારે ડીઝલના ૧૦ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૧૩-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૩ પૈસા જયારે ડીઝલના ૧૨ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૧૨-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૭ પૈસા જયારે ડીઝલના ૧૫ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૧૧-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૬ પૈસા જયારે ડીઝલના ૧૨ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૧૦-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૭ પૈસા જયારે ડીઝલના ૧૬ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૦૮-૧૧-૨૦૧૮થીરોજ પેટ્રોલમાં ૨૧ પૈસા જયારે ડીઝલના ૧૮ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૦૬-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૪ પૈસા જયારે ડીઝલના ૦૯ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૦૫-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૨૨ પૈસા જયારે ડીઝલના ૨૦ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૦૩-૧૧-૨૦૧૮થીરોજ પેટ્રોલમાં ૧૯ પૈસા જયારે ડીઝલના ૧૧ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૦૨-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૯ પૈસા જયારે ડીઝલના ૧૪ પૈસાનો ઘટાડો થયો હતો.

- ૦૧-૧૧-૨૦૧૮થી રોજ પેટ્રોલમાં ૧૮ પૈસા જયારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.

(3:59 pm IST)