Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમૃતસર આતંકી હુમલાની તપાસ માટે NIAની એક ટીમ પહોંચી :અજિત ડોભાલે તાકીદની બેઠક બોલાવી

અમૃતસર:પંજાબના અમૃસરના એક ગામમાં થયેલા ગ્રેનેડથી કરવામાં આવેલા આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે.આ આતંકી હુમલાથી પંજાબ સહિત સમગ્ર દેશ ખળભળી ઊઠ્યો છે અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને સ્થાનિક પોલીસતંત્ર ગંભીરતાથી ન લેતું હોવાની પોલ પણ ખૂલી ગઈ છે. પોલીસના અધિકૃત આંકડા અનુસાર રર લોકોને આ આતંકી હુમલામાં ગંભીર ઈજાઓ થઈ છે.

 નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) અજિત ડોભાલે તાત્કાલિક એક બેઠક બોલાવીની આતંકી હુમલાની સમિક્ષા કરી હતી અને તપાસ એજન્સીઓને આદેશ આપ્યા હતા.સુરક્ષા સામે સવાલ ઉઠાવતા આ આતંકી હુમલાની તપાસ માટે નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની એક ટીમ અમૃતસર પહોંચી ગઈ છે. આ ટીમનું સુકાન મુકેશસિંહને સોંપવામાં આવ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજાસાંસીના અદાવલી ગામના નિરંકારી ભવનમાં થયેલા આ બ્લાસ્ટ બાદ પંજાબ સહિત રાજધાની દિલ્હી, હરિયાણા અને એનસીઆરમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

(12:48 pm IST)