Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દેવામાં ડુબેલુ પાકિસ્‍તાન ભીખ માંગવા ફરી એકવાર UAEનાં શરણે પહોંચ્‍યુ

સીપીઇસી પ્રોજેકટ હેઠળ પાકિસ્‍તાન દેવાળીયુ થઇ ચૂક્‍યું છે : છેલ્લા બે મહિનાની અંદર ઇમરાન ખાનની યુએઇની બીજી મુલાકાત

દુબઇ તા. ૧૯ : પાકિસ્‍તાની વડાપ્રધાન ઇમરાન ખાન રવિવારે એક દિવસીય મુલાકાત પર સંયુક્‍ત અરબ અમિરાત (UAE) પહોંચ્‍યા જયા તે સંભવત આર્થિક મદદ પ્રાપ્ત કરવાનાં પ્રયાસો કરશે. જેમાં દેવામાં ડુબેલા પાકિસ્‍તાનની આઇએમએફના સહાયતા પેકેજ પર નિર્ભરતા ઘટાડવામાં આવી શકે. ગત્ત બે મહિનામાં ખાનની બીજી મુલાકાત છે. તેમણે પ્રેસિડેન્‍શિયલ પેલેસમાં અબુધાબીનાં વલી અહમ યુવરાજ અને યુએઇના સશસ્ત્ર દળોના ઉપ સર્વોચ્‍ચ કમાન્‍ડર શેખ મોહમ્‍મદ બિન જાયેદ સાથે મુલાકાત કરી.

એક્‍સપ્રેસ ટ્રિબ્‍યુનલનાં સમાચાર અનુસાર તેમની સાથે વિદેશ મંત્રી શાહ મોહમ્‍મદ કુરૈશી અને નાણામંત્રી અસદ ઉમર સહિત અન્‍ય અધિકારી છે. અખબારના અનુસાર આ મુલાકાતનો ઉદ્દેશ્‍ય મદદ તરીકે અબજો ડોલર પ્રાપ્ત કરવાનો છે. કારણ કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) રાજકોષીય અને મૌદ્રિક મોર્ચા પર પાકિસ્‍તાનના મુદ્દે કડક વલણ અપનાવ્‍યું છે. સમાચારે એક કેબિનેટ મંત્રીનો ઉદ્ધધૃત કરતા કહ્યું કે, બંન્ને પક્ષ આર્થિક સહાયતા પેકેજ માટે એક સંમત પત્ર પર હસ્‍તાક્ષર કરી શકે છે. નાણામંત્રી ઉમરે આઇએમએફની શરતો અને વડાપ્રધાનનાં શ્‍ખ્‍ચ્‍ મુલાકાત વચ્‍ચે કોઇ સંબંધ હોવાનો ઇન્‍કાર કર્યો છે.

મહત્‍વકાંક્ષી ચીન- પાકિસ્‍તાન આર્થિક બેલ્‍ટ (CPEC)માં સઉદી અરબનાં ત્રીજા રણનીતિક ભાગીદાર હોવાની જાહેરાતનાં કેટલાક જ દિવસ બાદ પાકિસ્‍તાને યૂ ટર્ન લેતા કહ્યું કે, સઉદી અરબ હવે તેનો હિસ્‍સો નહી હોય. સીપીઇસી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગની મહત્‍વકાંક્ષી બેલ્‍ટ એન્‍ડ રોડ ઇનિશિએટિવ યોજનાનો મહત્‍વપુર્ણ હિસ્‍સો છે. ચીન તેના હેઠળ અલગ અલગ માળખાગત સંરચનાની યોજનાઓને લાગુ કરીને વિશ્વમાં પોતાનો દબદબો બનાવવા માંગે છે.

પાકિસ્‍તાની અખબાર ડોનનાં સમાચાર અનુસાર ત્‍યાની યોજના અને વિકાસ મંત્રી ખુસરો બખ્‍તિયારે મંગળવારે પત્રકારોને કહ્યું કે, સઉદી અરબ પ્રસ્‍તાવિત રોકાણ એક અલગ દ્વિપક્ષીય સંધિ હેઠળ થશે. તેમણે કહ્યું કે, સઉદી અરબ સીપીઇસીમાં રણનીતિક  ભાગીદાર નહી બને. એવી ધારણા સત્‍ય નથી. બખ્‍તિયારે કહ્યું કે, કોઇ પણ ત્રીજો દેશ ત્‍યારે જ ભાગીદાર થઇ શકે છે જયારે તે યોજનાથી બહાર રોકાણ તથા કારોબારનો હિસ્‍સો બને.

 

(10:53 am IST)
  • ઉત્તરાખંડમાં ખાનગી બસ ખાઈમાં ખાબકતા ૧૧ લોકોના મોતઃ ૧૩ ઘાયલઃ ઉત્તરકાશીથી વિકાસનગર જતી બસ દામટા નજીક કાબુ ગુમાવતા ખીણમાં ખાબકી access_time 4:22 pm IST

  • લદાખમાં બનશે ગ્લેશિયરથી પસાર થનાર વિશ્વનો પહેલો માર્ગ :17,800 ફૂટની ઊંચાઈએ બનતા રસ્તો સાસોમાં થી સાસેર લા વચ્ચે સંપર્કનું મુખ્ય માધ્યમ હશે માર્ગ તૈયાર થતા મોટર વાહનો પણ દોડી શકશે :આ રસ્તો હિમાંક પરિયોજના અંતર્ગત બનાવાશે access_time 11:35 pm IST

  • પાટીદારો ઉપર લાઠીચાર્જ મામલે હાર્દિક પટેલ કોર્ટમાં : ૨-૩ વર્ષ પૂર્વે અહિંના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારો ઉપર પોલીસે કરેલા લાઠીચાર્જ મામલે ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પાસના કન્વીનર શ્રી હાર્દિક પટેલ આજે ૧૧II વાગ્યે જુબાની આપી હતી access_time 3:12 pm IST