Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જમ્મુ કાશ્મીરમાં વધુ એક યુવકનું આતંકવાદીઓએ કર્યું અપહરણ :ત્રીજી ઘટના

શોપિયાં જિલ્લામાંથી ત્રણ નાગરિકોને અપહરણ ઉઠાવી જવાયા :એક યુવકની હત્યા અને બે યુવકોને મુક્ત કર્યા

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે વધુ એક યુવકના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવાની ઘટના સામે આવી છે. અપહરણ કરાયેલા યુવકનું નામ સુહૈલ અહમદ છે અને તેને શોપિયાંના મેમાંદર વિસ્તારમાંથી કિડનેપ કરવામાં આવ્યો છે. ગત ત્રણ દિવસોથી આતંકવાદીઓ દ્વારા યુવાનોના અપહરણની આ ત્રીજી ઘટના છે. શનિવારે શોપિયાં જિલ્લામાંથી આતંકવાદીઓએ ત્રણ નાગરીકોને કિડનેપ કર્યા હતા.

તેમના એક યુવકની હત્યા કરવામાં આવી હતી અને અન્ય બે યુવકોને મુક્ત કરવામાં આવ્યા હતા. શુક્રવારે પણ આતંકવાદીઓ દ્વારા અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નદીમ મંજૂરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.

(9:43 am IST)