Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

૬૮ ટકા જેટલા દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી

આયુષ્યમાન ભારતના ઉત્સાહજનક પરિણામો : ૨૩મી સપ્ટેમ્બરે સ્કીમ શરૂ થયા બાદ ૨.૩ લાખ લોકોએ લાભ લીધો : સ્કીમમાં નોંધણી કરાવવાનો જોરદાર ધસારો

નવીદિલ્હી, તા. ૧૮ : મોદી સરકારની લોકપ્રિય આયુષ્યમાન ભારત આરોગ્ય વિમા યોજનાને લઇને ઉત્સાહજનક પરિણામો અને આંકડા સપાટી ઉપર આવી રહ્યા છે. આ યોજના હેઠળ હજુ સુધી ૨.૩ લાખ લાભાર્થી લોકો પૈકી આશરે ૬૮ ટકા લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી છે. વડાપ્રધાન જન આરોગ્ય યોજના હેઠળ સરકારના પૈસે ચાલતી આ આરોગ્ય વિમા યોજનાને ૨૩મી સપ્ટેમ્બરના દિવસે લોંચ કરવામાં આવી હતી. નેશનલ હેલ્થ એજન્સીના ડેટા દર્શાવે છે કે, હજુ સુધી આ સ્કીમમાં બે લાખથી વધુ લોકો સારવાર કરાવી ચુક્યા છે. મોટાભાગના લોકોએ ચહેરા સાથે જોડાયેલી સર્જરી, સામાન્ય સર્જરી, મહિલા રોગ સાથે સંબંધિત સમસ્યાઓની સારવાર કરાવી છે. આ ઉપરાંત માથા પર લાગેલી ઇજા સાથે જોડાયેલી સર્જરી પણ આમા સામેલ છે. વિમા યોજના હેઠળ અકસ્માતના મામલામાં પણ વધુ પ્રમાણમાં ક્લેઇમ સપાટી ઉપર આવ્યા છે. આ આંકડા આ બાબત સાથે પણ મહત્વપૂર્ણ છે કે, શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં નેશનલ હેલ્થ એજન્સી દ્વારા આંકડા દર્શાવવામાં આવતા હતા. નવેસરના આંકડા મુજબ હજુ સુધી ૫૫૪૮૨ હોસ્પિટલો દ્વારા યોજના હેઠળ પેનલમાં સામેલ થવા માટે અરજી આપવાની જરૂર પડતી હતી. આમાથી ૧૫૦૦૦ હોસ્પિટલોને પેનલમાં સામેલ કરવામાં આવી છે અથવા તો તેમની મંજુરી પાઇપલાઇનમાં રહેલી છે. આમાથી પણ ૮૦૦૦ ખાનગી હોસ્પિટલ છે. આયુષ્યમાન ભારતના ડેપ્યુટી ચીફ દિનેશ અરોડાના કહેવા મુજબ ખર્ચની સમસ્યા ખાસ કરીને દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં છે જ્યા સર્વિસ અને માનવ સંશાધનની કિંમત અપેક્ષા કરતા વધારે છે. તેમણે કહ્યું હતું કે, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોના ટાયર-૨ અને ત્રણ શહેરોથી મળનાર પ્રતિસાત ખુબ સારો રહ્યો છે. અરોડાના કહેવા મુજબ દરરોજ ૬૦૦૦થી ૭૦૦૦ દર્દીઓને ત્રીજા સ્તરની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મોદી કેરના નામથી પણ લોકપ્રિય વડાપ્રધાન જન આરોગ્ય યોજના હેઠછળ આશરે ૧૦ કરોડ ૭૪ લાખ વંચિત પરિવારોના ૫૦ કરોડ લોકોને પાંચ લાખ વાર્ષિક સુધીના કેસલેસ હેલ્થકેરમાં લાવવાની યોજના છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૬૮ ટકા લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની બાબત ખુબ મહત્વપૂર્ણ અને ઉપયોગી આંકડા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ નોંધણીની પ્રક્રિયા તમામ શહેરોમાં ખુબ ઝડપથી ચાલી રહી છે.

(12:00 am IST)