Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મને વધુ યાદ ન કરવામાં આવે, હું જલ્‍દી જ આવી રહી છું: કંગના રનૌતના મહારાષ્‍ટ્ર સરકાર ઉપર આકરા પ્રહારઃ ‘પપ્‍પુ સેના'નો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી: કંગના રનૌતએ પોતાની વિરૂદ્ધ દાખલ એફઆઇઆર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને વધુ યાદ ન કરવામાં ન આવે, હું જલદી જ આવી રહી છું. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને 'પપ્પૂ સેના'નો ઉલ્લેખ પણ કર્યો. કંગના વિરૂદ્ધ મુંબઇમાં સાંપ્રદાયિક વૈમન્ય ફેલાવવાના આરોપમાં કેસ દાખલ થયો છે.

કંગનાએ માર્યો ટોણો

કંગના રનૌતે ટ્વીટ કરતાં લખ્યું 'કયા લોકો નવરાત્રિ પર વ્રત કરી રહ્યા છે. હું પણ વ્રત કરી રહી છું અને તસવીર આજની પૂજાની છે. પરંતુ મારા વિરૂદ્ધ તો વધુ એક એફઆઇઆર દાખલ થઇ ગઇ. પપ્પૂ સેના મારી પાછળ પડી ગઇ છે. મને એટલું યાદ ન કરો, હું જલદીજ  આવી જઇશ.'

કંગના અને રંગોલી વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ

મુંબઇની એક કોર્ટએ મુંબઇ પોલીસને આદેશ કર્યો છે કે કંગના રનૌત અને તેમની બહેન રંગોલી ચંદેલ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. સાહિલ અશરફલી સૈયદએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે બંને બહેનો બોલીવુડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરી રહી છે. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બંને બહેનો ટ્વીટ વડે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડી રહી છે.

(4:57 pm IST)