Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

તિબેટમાં બ્રહ્મપુત્ર નદીમાં પહાડનો ટુકડો પડતા પાણી રોકાયું :અરુણાચલ પ્રદેશમાં પુરનો ખતરો : એલર્ટ જાહેર

 

તિબેટમાં બ્રહ્મપુત્રા નદીમાં બુધવારે પહાડનો એક ટુકડો પડવાને લીધે નદીનું પાણી રોકાય ગયુ છે. પરિણામે અરૂણાચલ પ્રદેશમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં યારલુંગ સાંગપોના નામે ઓળખાતી બ્રહ્મપુત્રા નદીએ ભૂસ્ખલનને લીધે કૃત્રિમ ઝીલનો આકર લઈ લીધો છે. જો પથ્થર હટી જશે તો અરૂણાચલમાં ભીષણ પૂર આવી શકે છે.

(10:03 pm IST)