Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દિલ્હીના ચાંદની ચોક વિસ્‍તારમાં અેન્‍ટીક વસ્‍તુઓ ઓછા ભાવે ખરીદવા માટે ૪પ દુકાનો સાથેની બજાર

 

નવી દિલ્હીઃ ઘણા લોકો એન્ટિક વસ્તુઓના શોખીન હોય છે. આમ પણ આજકાલ એન્ટિક વસ્તુઓથી ઘર અને ઓફિસ સજાવવાનું ચલણ છે. ત્યારે દિવાળી તમારા ઘરને પણ એક એન્ટિક અને અલગ લૂક આપવા માગતા હોવ તો માર્કેટમાંથી ખરીદી કરો. જે લોકો ઘરે આવશે બધા પૂછશે કે વસ્તુ ક્યાંથી લાવ્યા. આપણા દેશમાં આવું એક એન્ટિક વસ્તુનું માર્કેટ છે જે સૌથી જૂનું હોવાનું માનવામાં આવે છે. માર્કેટ પાછલા 250 વર્ષથી ચાલે છે એક સમયે અહીં બજાર થોડી કલાકો માટે ભરાતું હતું આજે દેશના સૌથી વ્યસ્ત બજારમાંથી એક છે. માર્કેટ એટલે ચાંદની ચોકના પુરાની ગલી છત્તા ચોકની જેને છેત્રી માર્કેટ પણ કહેવામાં આવે છે.

વર્ષે કરોડોનું ટર્નઓવર છે અહીં વેપારીઓનું

અહીંના એક વેપારીના જણાવ્યા અનુસાર માર્કેટમાં આશરે 45 જેટલી દુકાનો આવેલ છે. જેનું વાર્ષિક ટર્નઓવર લગભગ 50 કરોડની આસપાસનું છે. જો તમે એન્ટિક વસ્તુઓની સસ્તી ખરીદી કરવા માગતા હોવ તો માર્કેટ બેસ્ટ પ્લેસ છે.

રુ.100થી શરુ થાય છે વસ્તુઓના ભાવ

માર્કેટમાં તમને આર્ટિફિશિયલ જ્વેલરી, હાથ બનાવટની બેગ, કુર્તા, તેમજ એન્ટિક વસ્તુઓ ખૂબ ઓછા ભાવે મળી રહેશે. એન્ટિક વસ્તુઓ માટેના દેશના સૌથી મોટા હોલસેલ માર્કેટમાંથી એક છે. તેમજ તમને અહીં લેટેસ્ટ ડિઝાઇનની જ્વેલરી પણ મળી જશે. અહીં તમને 50 રુપિયાથી લઈને 5000 સુધીની જ્વેલરી મળશે. તેમજ લગ્ન માટે બ્રાઇડલ સેટ ફક્ત રુ.1000માં તમને મળી જશે. તો ગિફ્ટ તરીકે દેવા માટે અહીં એકથી એકથી ચઢીયાતી વસ્તોઓ મળી રહેશે. અહીં 100 રપિયાથી વસ્તુઓની શરુઆત થાય છે.

લગ્નની ખરીદી માટે વખણાય છે માર્કેટ

છત્તા ચોકમાં મોટાભાગે ગ્રાહકો લગ્ન અને ઘર સજાવટની વસ્તુ લેવા આવે છે. દિલ્હી અને તેની આસપાસ નહીં દેશના અનેક વિસ્તારોમાંથી પણ લોકો અહીં ખાસ સસ્તા ભાવે લહેંગો-ચોળી, સાડી અને અન્ય કપડાની સાથે સાથે જ્વેલરી લેવા માટે આવે છે. તહેવારોની દિવસોમાં અહીં પગ મુકવાની જગ્યા હોય તેટલી ભીડ જોવા મળે છે.

(5:51 pm IST)