Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

નંદિતા દાસનાં પિતા પર શારીરિક છેડતીનો ચોથો આરોપ

એ દિવસ જતિન, ધૂમ્રપાન કરતાં એક મહિલા પાસે જઇને બેસી ગયા અને બોલ્યા,- 'સિગરેટ બહુ પીવું છુ?' ભવિષ્યમાં પીતા મને રોકી લે જો

મુંબઇ, તા.૧૯: પેઇન્ટર જતિન દાસ વિરુદ્ઘ શારીરિક છેડતીના આરોપોની સંખ્યા વધતી જઇ રહી છએ. તે કડીમાં ગુરૂવારે ચોથી મહિલાએ દાવો કર્યો છે તેણે કહ્યું છે કે, ૧૯૯૯થી ૨૦૦૦માં જયારે તે મહિલા ફકત ૨૦ વર્ષની હતી ત્યારે તેનું શારીરિક શોષણ થયુ હતું. તે તેમની પાસે એક ઇન્ટરન તરીકે સાથે કામ કરતી હતી.

ગરૂષા કટોચ નામની મહિલાએ તેનાં ટ્વિટર પેજ પર એક લાંબી પોસ્ટ લખીને પોતાની સાથે બનેલી ઘટનાને વાચા આપી છે. તેણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૩માં જયારે તે ઇંટર્નશિપની શોધમાં હતી ત્યારે તેને માલુમ થયુ કે જતિન દાસ સેન્ટર ઓફ આર્ટ્સ (JDCA)માં ઇંટર્નની જગ્યા ખાલી છે. ગરૂષાએ ઇંટર્નશિપ માટે JDCA માં ટેસ્ટ આપ્યા અને પાસ પણ થઇ. તે બાદ ઇંટર્નશિપ માટે જતિન દાસની ઓફિસ પહોંચી જયાં પહેલાંથી જ કેટલાંક ઇંટર્ન્સ કામ કરતા હતાં.

ગરૂષાએ લખ્યું કે, થોડા જ દિવસમાં જતિન દાસનો વ્યવહાર ઘણો બદલાઇ ગયો. એક દિવસ જતિન, ગરૂષાની પાસે ધૂમ્રપાન કરતાં આવીને બેસી ગયા અને બોલ્યા- હું સિગરેટ વધુ પીવું છુ ને..? હવે મને રોકી લે જે.. તેણે લખ્યુ છે કે, તે દિવસે મને તેમનો વ્યવહાર ખુબજ અજીબ લાગ્યો.

તે બાદ કામ કરતાં કરતાં એક દિવસ થોડુ મોડુ થઇ ગયું. સાથે જ તમામ સાથીઓ પણ દ્યરે જતા રહ્યાં હતાં પણ મારી પાસે કામ વધુ હોવાથી હું રોકાઇ હતી. તે સમયે ૭-૮ વાગ્યા હશે. મે જેમ કામ પૂર્ણ કરીને જવાની તૈયારી કરી ત્યાં તેમણે (જતિન દાસ) દરવાજો બંધ કરી દીધો અને મને તેમની સાથે રોકાવા કહ્યું.

ગરૂષા લખે છે કે, જતિન બોલ્યા હું તારા ઘરવાળા સાથે વાત કરી લઇશ. આજે તુ અહીં જ રોકાઇ જા. મારી પાસે એક રૂમ ખાલી છે. હું ખુબ ડરી ગઇ અને પછી તેઓ મને તેમની જ કારમાં દ્યરે સુધી મુકવા આવ્યાં. તે દિવસોમાં ઓલા-ઉબેર જેવી કોઇ સુવિધા ન હતી. રાત્રે આશરે ૯ વાગ્યા હશે તો કોઇ રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી. તેમજ વર્ષ પહેલાં નિર્ભયા જેવો કાંડ દેશમાં ડરનો માહોલ પેદા કરી ચુકયો હતો મારી પાસે તેમની સાથે જવા સીવાય કોઇ રસ્તો ન હતો.

રસ્તામાં તેમણે એશિયાડ વિલેજમાં તેમની ખાલી રૂમ જોવા કહ્યું, તેમણે મને ત્યાં એક સ્ટાફથી મને મળાવી. અને કહ્યું કે, હું અહીં જ રોકાવવાની છું. જેમ હું રૂમમાં ગઇ તેમણે (જતિન દાસે) મને જકડી લીધી અને કિસ કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે મારી આંખોમાં આંસૂ હતાં. મને વિશ્વાસ છે તેમણે પણ તે જોયા જ હશે. તે દ્યટના બાદ ગરૂષાએ લખ્યું કે, તે ખુબજ મુશ્કેલ ભર્યા સમયમાંથી બચીને નીકળી ગઇ. તે બાદ ગરૂષાએ તેનાં સીનિયર્સ અને ઘરવાળા સાથે વાત કરી. અને ખુબજ જલ્દી તે શહે છોડીને પણ ચાલી ગઇ અને તેનો નંબર પણ બદલી નાખ્યો.

આ મામલે જયારે ૭૬ વર્ષિય જતીન દાસનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ ખુબજ અભદ્ર છે હું નથી જાણતો કે તે લોકો કોણ છે. તેઓ કેમ આમ કરવાનો પ્રયાસ કરે છે. મારો તેનાંથી કોઇ જ લેવાદેવા નથી. મને નથી ખબર કે હું શું કરી શકુ છું

કુંડૂનો આરોપ છે કે, દાસ અનાવશ્યક રૂપથી તેને અડતા હતા અને તેને સતત બેબી કહીને બોલાવતા હતાં. એ પણ ત્યારે જયારે મે આમ કહેવાની ના પાડી હતી. જયારે હું તેમનાં માટે કામ કરતી હતી તો તે ખુબજ નજીક આવીને મારી બાજુમાં ઉભા રહી જતાં.

તેમણે કહ્યું કે, 'તેમણે જતિન દાસ મને એટલી અસહજ કરી નાખી કે, આ નોકરીમાં વીતાવેલા ત્રણ દિવસોથી મને નફરત થવા લાગી. ના પાડ્યા પછી પણ તેમનું મને બેબી કહેવું ન અટકયું. સતત બેબી કહેવા ઉપરાંત તે ઘણી વખત મને ખોટી રીતે અડતા હતાં.'

(3:29 pm IST)
  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST

  • કચ્છ:ભુજની મુક્ત જીવન મહિલા કોલેજ હોસ્ટેલના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદ :હોસ્ટેલમાં અભ્યાસ કરતી યુવતીને બિમાર હોવા છતા સારવાર ન કરાવ્યાની ફરીયાદ :ગઇકાલે બિમાર યુવતીના મોત બાદ તેના પિતાએ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી :STSC સેલના DYSP એ તપાસ શરૂ કરી access_time 8:37 pm IST

  • બેગુસરાયના ભાજપના સાંસદ ભોલાસિંહનું નિધન ; લાંબા સમયથી બીમાર હતા : રામમનોહર લોહિયા હોસ્પિટલમા દાખલ હતા :ભોલાસિંહ લેફ્ટના સમર્થનથી પહેલીવાર બેગુસરાયથી અપક્ષ ચૂંટાયા હતા : access_time 1:17 am IST