Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મધ્યપ્રદેશમાં ભાજપને 70 ધારાસભ્યોને પડતા મુકવા સંઘનું સૂચન

સંઘ દ્વારા સર્વે બાદ વર્તમાન 70 ધારાસભ્યોને ટિકિટ નહિ આપવા સંઘનું કહેણ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બીજેપીને 70 ધારાસભ્યોને પડતા મૂકવાનું સૂચન કર્યું છે.આરએસએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રાઉન્ડ સ્તર પર કરવામાં આવેલા સર્વે બાદ બીજેપીને પોતાના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

   સંઘ તરફથી કરવામાં આવેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે બીજેપીના અસંખ્ય વર્તમાન ધારાસભ્યો પોતાના વિસ્તારમાં પ્રદર્શન કરવામાં ખૂબ નબળા રહ્યા છે. જો તેમને ફરીથી ટિકિટ આપવામાં આવશે તો બીજેપીએ નુકસાન સહન કરવું પડી શકે છે.
  બે દિવસ પહેલા બીજેપી પ્રમુખ અમિતભાઈ  શાહે ભોપાલ ખાતે આરએસએસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સારું પ્રદર્શન નહીં કરનાર ધારાસભ્યો અંગે સંઘે પોતાની નારાજગી તેમની સામે પ્રગટ કરી હતી. અમિતભાઈ  શાહે અહીં સંઘના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી.

(1:26 pm IST)