Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દેશમાં ૯૨ ટકા મહિલાઓનો પગાર ૧૦ હજારથી પણ ઓછો

સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા ૨૦૧૮ના રિપોર્ટ અનુસાર, ચિંતાની વાત એ છે કે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ ૯૦ ટકા ઉદ્યોગ મજદૂરોને ન્યૂનત્તમ વેતન કરતા નીચી મજદૂરી આપવામાં આવે છે

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં એક બાજુ જયાં મહિલા સશકિતકરણનું મોટો ઢંઢેરો પીટવામાં આવે છે, ત્યારે એક વિશ્વવિદ્યાલયના હાલના રિપોર્ટ અનુસાર, દેશમાં કામકાજ કરતી ૯૨ ટકા મહિલાઓનો મહિનાનો પગાર ૧૦૦૦૦થી પણ ઓછો છે. આ મામલામાં પુરૂષોની સ્થિતિ થોડી સારી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ૮૨ ટકા પુરૂષોનો પગાર પણ ૧૦૦૦૦થી ઓછો છે.

અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય સતત રોજગાર કેન્દ્રએ શ્રમ બ્યૂરોના પાંચમા વાર્ષીક રોજગાર-બેરોજગારી સર્વેક્ષણના આધાર પર સ્ટેટ બેન્ક ઓફ વર્કિંગ ઈન્ડીયા, ૨૦૧૮નો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં તેમણે દેશમાં કામકાજ કરતા પુરૂષ અને મહિલાઓના આંકડા તૈયાર કર્યા છે.

રિપોર્ટ અનુસાર, ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્તર પર ૬૭ ટકા પરિવારની મહિનાની આવક ૧૦૦૦૦ રૂપિયા હતી, જયારે સાતમા કેન્દ્રીય વેતન આયોગ(સીપીસી) દ્વારા મીનિમમ વેતન ૧૮૦૦૦ રૂપિયા પ્રતિ મહિના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં એક મોટા તબક્કે મજદૂરીના રૂપે વ્યવસ્થિત ચૂકવણી નથી મળી રહી.

સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડીયા ૨૦૧૮ના રિપોર્ટ અનુસાર, ચિંતાની વાત એ છે કે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ ૯૦ ટકા ઉદ્યોગ મજદૂરોને ન્યૂનત્તમ વેતન કરતા નીચી મજદૂરી આપવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રની હાલત તો આના કરતા પણ વધારે ખરાબ છે. અભ્યાસ અનુસાર, ત્રણ દશકામાં સંગઠિત ક્ષેત્રની ઉત્પાદક કંપનીઓમાં શ્રમિકોની ઉત્પાદક ૬ ટકા વધી છે, જયારે તેમના વેતનમાં માત્ર ૧.૫ ટકા વૃદ્ઘિ થઈ છે.

શું તમે માનો છો કે શિક્ષિત યુવાઓ માટે વર્તમાન પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ચુકી છે, જેના પર સહાયક પ્રોફેસર અમિત બસોલે કહ્યું કે, આજની સ્થિતિ નિશ્ચિત રૂપે ઘણી ખરાબ છે, ખાસકરીને ભારતના પૂર્વોત્ત્।ર રાજયોમાં. આપણે તે કોલેજોમાંથી બહાર આવતી મોટી સંખ્યામાં શિક્ષિત યુવાનોનો સારો ઉપયોગ કરવાની આવશ્યકતા છે.

 

(9:52 am IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • વહેલી સવારે પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં મુસાફરો લૂંટાયા :બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 નંબરની ટ્રેનમાં બની ઘટના :પાલનપુર નજીક રેલવે ચેઈન પુલિંગ કરી લૂંટારા ફરાર:અંદાજીત દોઢ કલાક પેસેન્જરો પાલનપુર નજીક અટવાયા :જીઆરપીએફ અને આરપીએફ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ :લૂંટની વિગત પોલીસ મેળવી રહી છે :પાલનપુર રેલ્વે પોલીસે હાથ ધરી તપાસ access_time 12:14 pm IST

  • બેગુસરાયના ભાજપના સાંસદ ભોલાસિંહનું નિધન ; લાંબા સમયથી બીમાર હતા : રામમનોહર લોહિયા હોસ્પિટલમા દાખલ હતા :ભોલાસિંહ લેફ્ટના સમર્થનથી પહેલીવાર બેગુસરાયથી અપક્ષ ચૂંટાયા હતા : access_time 1:17 am IST