Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રિલાયન્સ જીઓનો દિવાળી ધડાકો : ૧૦૦ ટકા કેશબેક

૧૬૯૯ના પ્લાનમાં ત્રણ વાઉચર મળશે : ૧૬૯૯માં પ્લાન ખરીદનારને ૩૬૫ દિવસની વેલિડિટી

નવીદિલ્હી, તા. ૧૮ : ઇ કોમર્સ કંપની બાદ હવે ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓએ પોતાના ગ્રાહકો માટે નવી ઓફરની જાહેરાત કરી દીધી છે. તહેવારની સિઝનમાં મુકેશ અંબાણીની માલિકીવાળી રિલાયન્સ જીઓએ પોતાના ગ્રાહકો માટે દિવાળી ઓફરની જાહેરાત કરી છે. નવા પ્લાન હેઠળ ટેલિકોમ ઓપરેટર પોતાના ગ્રાહકને ૧૦૦ ટકા કેશબેકની ઓફર આપી રહી છે. રિલાયન્સ જીઓની નવી ઓફરનો લાભ ૧૮મી ઓક્ટોબરથી લઇને ૩૦મી નવેમ્બર ૨૦૧૮ સુધી લઇ શકાશે. યુઝર્સને મળનાર કેશબેક કુપનનો ઉપયોગ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી કરી શકાશે. આ ઓફર હેઠળ કંપનીએ એક નવા પ્લાનની શરૂઆત કરી છે જે લોંગ ટર્મ વેલિડિટીની સાથે આવે છે. સર્વિસ પ્રોવાઇડરે ૧૬૯૯ રૂપિયામાં નવા પ્લાનની શરૂઆત કરી છે જે એક વર્ષની વેલિડિટી સાથે આવશે. આ પ્લાન હેઠળ રિલાયન્સ જીઓ યુઝર્સને અનલિમિટેડ લોકલ અને એસડીટી કોલ મિનિટ મળે છે. આ પેકમાં ૧૦૦ એસએમએસ પ્રતિદિસ મળે છે. આ પેકની વેલિડિટી ૩૬૫ દિવસની છે. ૫૪૭.૫ જીબી ડેટા મળે છે. દરરોજ ડેટા લિમિટ ૧.૫ જીબીની છે. ડેટા અને કોલિંગના લાભની સાથે યુઝર્સને જીઓ ફુડ એપ્સ માટે મફત એક્સેસ મળે છે. દિવાળી ઓફરની બીજી સૌથી ખાસ બાબત કેશબેક સ્કીમ છે. ૧૬૯૯ રૂપિયામાં પ્લાન લેનારને ૧૦૦ ટકા કેશબેક મળશે. ૧૬૯૯ રૂપિયાના પેકમાં રિલાયન્સ જીયો યુઝર્સને ૫૦૦ રૂપિયાના ત્રણ વાઉચર્સ અને ૨૦૦ રૂપિયાના એક વાઉચર આપશે. ગ્રાહક આ કુપનનો ઉપયોગ રિલાયન્સ ડિજિટલ અથવા રિલાયન્સ ડિજિટલ એક્સપ્રેસ મિની સ્ટોર પર કરી શકે છે. આ કુપનનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછા ૫૦૦૦ રૂપિયાની ખરીદી કરવી પડશે. જીઓના બીજા પ્લાન પણ ૧૦૦ કેશબેક સાથે છે.

(12:00 am IST)
  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST

  • અમદાવાદના વેજલપુરમાં બાળકી સાથે દુષ્કર્મ : અમદાવાદમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલે વેજલપુર પોલીસે આરોપી ફરહાન નુર મહંમદની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરીઃ પાડોશીએ ઘરમા બાળકીને રમવા બોલાવીને આચર્યું દુષ્કર્મ access_time 3:54 pm IST

  • અમદાવાદ : માતાજીનો ચમત્કાર આવ્યો સામે:શહેરના ઘાટલોડિયા વિસ્તારની પારસમણિ સોસાયટીની ઘટના :અંબાજી માતાના મંદિરમાં થયો ચમત્કાર :મંદિર પરિસરમાં ગત રાત્રે માતાજીના કંકુના પગલાં પડ્યા :ચમત્કાર જોવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમંટયુ access_time 4:35 pm IST