Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

તાજમહેલ જોવા જાવ તો પશ્ચિમ તરફના ગેઇટનો ઉપયોગ કરજોઃ જ્‍યાં ખૂબ જ ઓછી ભીડ હોય છેઃ પરિસર સુધી સરળતાથી પહોંચી શકાશે

તાજમહાલની સુંદરતા જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે જો તમે ભારતમાં રહીને પણ તાજમહાલ ના હોય હોય તો એકવાર જરુર જોઈ આવો. ઐતિહાસિક ઈમારતની સુંદરતાએ દુનિયાભરના લોકોને તેના દિવાના બનાવ્યા છે. જો તમે તાજમહાલ જોવાનો પ્લાન બનાવો તો તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જરુર ધ્યાન રાખજો, જેથી કરીને કોઈ મુશ્કેલી ના પડે.

અલગ-અલગ છે પ્રવેશ દ્વાર

તાજમહાલમાં પ્રવેશવા માટે ત્રણ ગેટ્સ છે, જે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં આવેલા છે. ત્રણ ગેટ્સમાંથી જે ગેટ પર સૌથી ઓછી ભીડ હોય છે તે છે પશ્ચિમ તરફનો ગેટ. ગેટથી તમે સરળતાથી તાજમહાલના પરિસર સુધી સુધી પહોંચી શકશો.

શુક્રવારે જવાનું ટાળજો

સામાન્ય રીતે તાજમહાલ રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લો હે છે, પણ શુક્રવારે નમાઝ માટે બંધ રાખવામાં આવે છે. પૂનમના દિવસે તાજમહાલના દરવાજા રાતના 8:30 વાગ્યાથી 12:30 સુધી ખુલ્લા રહે છે. ચંદ્રની ચાંદનીમાં તાજમહાલ વધારે સુંદર દેખાય છે. અહીં ધ્યાન રાખવાવાળી વાત છે કે રમઝાનના પવિત્ર મહિનામાં તમે રાતના સમયે તાજમહાલના દીદાર નહીં કરી શકો.

આગ્રા ફરવા જાવ તો તાજમહાલ અંતમાં જુઓ

અહીં આપને એક ટ્રિક જણાવીએ છે કે જેમાં તાજમહાલ જોવાની ટિકિટ પર થોડું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જો તમે આગ્રામાં ફરવા માટે ત્રણ-ચાર દિવસનો સમય કાઢ્યો હોય તો તાજમહાલનો પ્લાન છેલ્લા દિવસ માટે રાખો. જો તમે આગ્રાના કોઈ અન્ય ટુરિસ્ટ ડેસ્ટિનેશન જેવા આગ્રા ફોર્ટથી તાજમહાલની ટિકિટ ખરીદી છે તો તમને તેના પર છૂટ મળી શકે છે. અહીં આપે વાતનું ધ્યાન રાખવાનું કે ટિકિટ પર દિવસનો સિક્કો માર્યો હોય જે દિવસે આપે ત્યા જવાનો પ્લાન બનાવ્યો છે.

અલગ-અલગ લોકો માટે અલગ કિંમત

જો તમે ભારતીય છો તો તમારે તાજમાહાલ જોવા માટે માત્ર 50 રુપિયા ચૂકવવા પડશે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટ્રી ફ્રી છે. વિદેશી પ્રવાસીઓ માટે ટિકિટનો ભાવ 1100 રુપિયા છે. તમે ટિકિટને એક દિવસ પહેલા એડવાન્સમાં સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં આર્ક્યોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ઓફિસ પરથી ખરીદી શકો છો.

શું લઈને ના જઈ શકો

સુરક્ષા કારણોથી કેટલીક વસ્તુઓ એવી જે તમે તાજમહાલમાં એન્ટ્રી કરતી વખતે સાથે રાખી શકતા નથી. ટ્રાઈપોડ, મોબાઈલ ફોન ચાર્જર, ખાવાપીવાની વસ્તુઓ અને તંબાકૂ જેવી વસ્તુઓ પર બેન છે. જોકે, અહીં એક લોકર રુમ છે જ્યાં તમારી વસ્તુને સુરક્ષિત રીતે જમા કરાવી શકો છો અને પાછા ફરતી વખતે અહીંથી સામાન પાછો મેળવી શકો છો.

છે બેસ્ટ સીઝન

જો શક્ય હોય તો શિયાળામાં તાજમહાલનો પ્લાન બનાવવાનું ટાળવું જોઈએ કારણ કે ધૂમ્મસના કારણે તેની સુંરતા ઝાંખી પડી જાય છે. તાજમહાલ ફરવાની બેસ્ટ સીઝન માર્ચથી જૂન છે. તાજમહાલ ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો ઉપર જણાવેલી બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તમારી ટૂર યાદગાર બની જશે.

(12:00 am IST)
  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST

  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST

  • સુરત :ન્યુ સિવિલ હોસ્પિટલની ઘટના:માનસિક વોર્ડમાં તબીબ અને દર્દી વરચે બોલાચાલી દર્દીએ ગુસ્સામાં આવી વોર્ડમાં તોડફોડ કરી:ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 8:37 pm IST