Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આ વખતે કોણ બાજી મારશે?

દે ધનાધન... સાંજથી ક્રિકેટ જલ્સો : ૫૩ દિવસ : ૬૦ મેચ

કોરોના વાયરસના ખોફ વચ્ચે વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓના ચહેરા ઉપર મુસ્કાન લાવવા માટે શરૂ થઈ રહ્યો છે 'ક્રિકેટ ઉત્સવ' : પ્રથમ મેચ ધોની - રોહિતના ધુરંધરો વચ્ચે : કરોડો ક્રિકેટ રસીકોમાં ટુર્નામેન્ટને લઈને ઉત્તેજના

નવી દિલ્હી : ૬ મહિનાથી ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા એ વર્લ્ડની બેસ્ટ રિચેસ્ટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. અનેક શંકા-કુશંકા બાદ આખરે ટુર્નામેન્ટની બે સૌથી સફળ ટીમો ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ડ્રીમ-ટક્કર સાથે ડ્રીમ૧૧ આઇપીએલ ૨૦૨૦ની શરૂઆત થઈ રહી છે.

લોકડાઉનને લીધે લાંબા સમયથી ખેલાડીઓ મેદાનમાં ઊતર્યા નથી અને આજે હવે કઈ રીતે તેમણે એનો રિધમ જાળવી રાખ્યો છે એ જોવું રસપ્રદ બનશે. બન્ને ટીમ ત્રણેક અઠવાડિયાં પહેલાં યુએઈ પહોંચીને રિધમ, લય અને મેચ માટે તૈયાર થવા મથી રહી છે. કોરોનાને કારણે બાયો સિકયોર બબલમાં રહેવાનો એક નવો અનુભવ દરેક ટીમ લઈ રહી છે. આને લીધે દરેક ટીમની મેન્ટલ સ્ટ્રેન્ગ્થની પણ કસોટી થશે.

કોણ છે વધુ બેલેન્સ?

કેપ્ટન રોહિત શર્મા, કિલન્ટન ડિકોક, સૂર્યકુમાર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને કેરિબિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર પર્ફોર્મ કરનાર કિરોન પોલાર્ડને લીધે મુંબઈની બેટિંગ લાઇનઅપ સુપર-સ્ટ્રોન્ગ લાગી રહી છે. જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, નેથન કોલ્ટર-નાઇલને લીધે બોલિંગ પણ સેટલ લાગી રહી છે. બીજી તરફ ચેન્નઈએ એની કોર ટીમને જાળવી રાખી છે, પણ સુરેશ રૈનાનન અચાનક વિદાયને લીધે બેટિંગની મજબૂતાઈમાં ગાબડું પડી ગયું છે. રૈનાના યોગ્ય રિપ્લેસમેન્ટ તરીકે જોવાતો ઋતુરાજ ગાયકવાડ પણ કવોરન્ટીનને લીધે ઉપલબ્ધ નથી. સેમ કરન અને જોશ હેઝલવુડ હજી ઇંગ્લેન્ડ સિરીઝ બાદ મોડા આવતાં આ મેચ માટે ઉપલબ્ધ નહીં હોય. જોકે તો પણ શેન વોટ્સન, કેદાર જાદવ, અંબાતી રાયુડુ, ડ્વેઇન બ્રાવો, રવીન્દ્ર જાડેજા અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની એકલા હાથે મેચનું પાસું પલટી નાખવા સક્ષમ છે.

સીનીયર ખેલાડીઓ નથી

બન્ને ટીમને તેમના સિનિયર ખેલાડીઓની કમી મહેસૂસ થશે. મુંબઈને પેસ બોલર શ્રીલંકન લેજન્ડ લસિથ મલિન્ગા તો ચેન્નઈને સુરેશ રૈના અને હરભજન સિંહના અનુભવનો લાભ નહીં મળે. ત્રણેય ખેલાડીઓ પર્સનલ કારણસર ટુર્નામેન્ટમાંથી ખસી ગયા છે.

ચેન્નઈ સામે મુંબઈ બેસ્ટ

હંમેશાં ચેમ્પિયન બનવા હોટ ફેવરિટ રહેતી આ બન્ને ટીમો વચ્ચે આઇપીએલમાં અત્યાર સુધી કુલ ૨૮ ટક્કર જામી છે જેમાં મુંબઈનો ૧૭ જીત સાથે હાથ ઉપર છે, તો ચેન્નઈનો ૧૧ વાર વિજય થયો છે.

બુકીઓમાં મુંબઈ ઇન્ડિયન્સ ફેવરિટ

આજથી શરૂ થતી આઇપીએલમાં બુકીઓની સૌથી ફેવરિટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈની ટીમનો ભાવ ૪.૯૦ રૂપિયા આંકવામાં આવ્યો છે. આ બુકીઓ પર નજર રાખવા માટે ગુરુગ્રામ પોલીસે આદેશ આપી દીધો છે. ચેન્નઈનો ભાવ પાંચ રૂપિયા, હૈદરાબાદનો ભાવ ૫.૬૦ રૂપિયા, બેન્ગલોરનો ૬.૨૦ રૂપિયા, દિલ્હીનો ભાવ ૬.૪૦ રૂપિયા, કલકત્ત્।ાનો ભાવ ૭.૮૦ રૂપિયા, પંજાબનો ભાવ ૯.૫૦ રૂપિયા અને રાજસ્થાનનો ભાવ ૧૦ રૂપિયા ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ધોની હશે સ્પેશ્યલ અટ્રેકશન

આજે બે ચેમ્પિયન ટીમની ટક્કર વચ્ચે સૌથી વધુ ધ્યાન ચાહકોનું હશે મહેન્દ્ર સિંહ ધોની પર. એક તો ગયા વર્ષે ધોની વન-ડે વર્લ્ડ કપ બાદ ક્રિકેટથી દૂર રહ્યો છે અને બીજું, ૧૫ ઓગસ્ટે અચાનક રિટાયરમેન્ટની જાહેરાત કરીને ચાહકોને તેની સ્ટાઇલ પ્રમાણે મોટો આંચકો આપ્યો હતો. આમ રિટાયરમેન્ટ બાદ અને લાંબા સમય બાદ ક્રિકેટપ્રેમીઓના લાડલા ધોનીને મેદાનમાં જોવો એક લહાવો બની રહેશે.

મુંબઈ ઇન્ડિયન્સ

કેપ્ટન : રોહિત શર્મા

ટીમ પર્ફોર્મન્સ : મેચ-૧૮૭, જીત- ૧૦૯, હાર - ૭૮, અનિર્ણીત - ૦

બેસ્ટ પર્ફોર્મન્સ : ચેમ્પિયન (૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯)

૨૦૧૯માં : ચેમ્પિયન

પ્લેયર ટુ વોચ : રોહિત શર્મા (કેપ્ટન, બેટ્સમેન), કિરોન પોલાર્ડ (ઓલરાઉન્ડર), હાર્દિક પંડ્યા (ઓલરાઉન્ડર), જસપ્રીત બુમરાહ (બોલર), કિલન્ટન ડિકોક (વિકેટકીપર-બેટ્સમેન)

ચેન્નઈ સુપર કિંગ્સ

કેપ્ટન : મહેન્દ્ર સિંહ ધોની

ટીમ પર્ફોર્મન્સ : મેચ- ૧૬૫, જીત- ૧૦૦, હાર - ૬૪, અનિર્ણીત - ૧

બેસ્ટ પર્ફોર્મન્સ : ચેમ્પિયન (૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮)

૨૦૧૯માં : રનરઅપ

પ્લેયર ટુ વોચ : મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર-બેટ્સમેન), શેન વોટ્સન (ઓલરાઉન્ડર), ડ્વેઇન બ્રાવો (ઓલરાઉન્ડર), રવીન્દ્ર જાડેજા (ઓલરાઉન્ડર),

ઇમરાન તાહિર (સ્પિનર)

કલકત્તા નાઇટ રાઇડર્સ

કેપ્ટન : દિનેશ કાર્તિક

ટીમ પર્ફોર્મન્સઃ મેચ - ૧૭૮, જીત - ૯૨, હાર - ૮૬, અનિર્ણીત - ૦

બેસ્ટ પર્ફોર્મન્સ : ચેમ્પિયન (૨૦૧૨ અને ૨૦૧૪)

૨૦૧૯માં : પાંચમા નંબરે

પ્લેયર ટુ વોચ : આન્દ્રે રસેલ (ઓલરાઉન્ડર), સુનીલ નારાયણ (ઓલરાઉન્ડર), પેટ કમિન્સ (પેસ બોલર), આાઇન મોર્ગન (બેટ્સમેન), કુલદીપ યાદવ (સ્પિનર)

કિંગ્સ ઇલેવન પંજાબ

કેપ્ટન : લોકેશ રાહુલ

ટીમ પર્ફોર્મન્સ : મેચ - ૧૭૬, જીત - ૮૨, હાર - ૯૪, અનિર્ણીત - ૦

બેસ્ટ પર્ફોર્મન્સ : રનરઅપ (૨૦૧૪)

૨૦૧૯માં : છઠ્ઠા ક્રમાંકે

પ્લેયર ટુ વોચ : લોકેશ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર-બેટ્સમેન), ક્રિસ ગેઇલ (બેટ્સમેન), ગ્લેન મેકસવેલ (ઓલરાઉન્ડર), મુજિબુર રહેમાન (સ્પિનર), મોહમ્મદ શમી (પેસ બોલર)

રાજસ્થાન રોયલ્સ

કેપ્ટન : સ્ટીવન સ્મિથ

ટીમ પર્ફોર્મન્સ : મેચ - ૧૪૭, જીત - ૭૫, હાર - ૭૦, અનિર્ણીત - ૨

બેસ્ટ પર્ફોર્મન્સ : ચેમ્પિયન (૨૦૦૮)

૨૦૧૯માં : સાતમા ક્રમાંકે

પ્લેયર ટુ વોચ : સ્ટીવન સ્મિથ (કેપ્ટન-બેટ્સમેન), બેન સ્ટોકસ (ઓલરાઉન્ડર), જોસ બટલર (વિકેટકીપર-બેટ્સમેન), જોફ્રા આર્ચર (પેસ બોલર), યશશ્વી જયસ્વાલ (ઓલરાઉન્ડર)

દિલ્હી કેપિટલ્સ

કેપ્ટન : શ્રૈયસ ઐયર

ટીમ પર્ફોર્મન્સ : મેચ - ૧૭૭, જીત

- ૭૭, હાર - ૯૮, અનિર્ણીત - ૨

બેસ્ટ પર્ફોર્મન્સ : ત્રીજા ક્રમાંકે (૨૦૦૯, ૨૦૧૨ અને ૨૦૧૯)

૨૦૧૯માં : ત્રીજા ક્રમાંકે

પ્લેયર ટુ વોચઃ શિખર ધવન (બેટ્સમેન), અજિંકય રહાણે (બેટ્સમેન), રૂષભ

પંત (વિકેટકીપર- બેટ્સમેન), શિમરન હેટમાયર  (બેટ્સમેન), રવિચન્દ્રન અશ્વિન (સ્પિનર)

સનરાઇઝર્સ હૈદરાબાદ

કેપ્ટન : ડેવિડ વોર્નર

ટીમ પર્ફોર્મન્સ : મેચ- ૧૦૮, જીત - ૫૮, હાર - ૫૦, અનિર્ણીત- ૦

બેસ્ટ પર્ફોર્મન્સઃ ચેમ્પિયન (૨૦૧૬)

૨૦૧૯માં ચોથા ક્રમાંકે

પ્લેયર ટુ વોચ : ડેવિડ વોર્નર

(કેપ્ટન-બેટ્સમેન), જોની બેરસ્ટો

(વિકેટકીપર-બેટ્સમેન), ભુવનેશ્વરકુમાર (પેસ બોલર), કેન વિલિયમસન (બેટ્સમેન), રાશિદ ખાન (સ્પિનર)

રોયલ ચેલેન્જર્સ

બેન્ગલોર

કેપ્ટન : વિરાટ કોહલી

ટીમ પર્ફોર્મન્સઃ મેચ-૧૮૧, જીત -૮૪, હાર-૯૩, અનિર્ણીત - ૪

બેસ્ટ પર્ફોર્મન્સ : રનરઅપ (૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬)

૨૦૧૯માં ૮મા (છેલ્લા) નંબરે

પ્લેયર ટુ વોચ : વિરાટ કોહલી (કેપ્ટન-બેટ્સમેન), એ. બી. ડિવિલિયર્સ (બેટ્સમેન), યુઝવેન્દ્ર ચહલ (સ્પિનર), એડમ ઝમ્પા

(સ્પિનર), એરોન ફિન્ચ (બેટ્સમેન)

(3:40 pm IST)