Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સૌની નજર પીએમના સંબોધન તરફ હશે

સોમવારથી યુનોના ૭૫માં સત્રનો પ્રારંભ : સભા બનશે ઐતિહાસિક : મોદી ૨ બેઠકોમાં જોડાશે

યુનો તા. ૧૯ : સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તથા રાજપૂત ટીએસ તિરુમૂર્તિએ સંયુકત રાષ્ટ્રના ૭૫માં સત્ર વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ વિશે સત્રમાં અનેક રીતે ઐતિહાસિક થવાનું છે. તેમણે જણાવ્યું કે સોમવારે શરૂ થનારા આ ડિજિટલ સત્રમાં ૨ ચર્ચામાં પ્રધાનમંત્રી પણ ભાગ લેશે.

તિરૂમૂર્તિએ કહ્યું કે પહેલી ચર્ચા સામાન્ય હશે જયાં પીએમ મોદી રાષ્ટ્રીય વકતવ્ય આપશે. ત્યારે સોમવારે સંયુકત રાષ્ટ્રના ૭૫માં સત્રની શરુઆતને લઈને બીજી ચર્ચા તથા બેઠક મહત્વની રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન નિશ્ચિત રૂપે આપણી ભાગીદારીનું મુખ્ય આકર્ષણ હશે.

તિરૂમૂર્તિએ આગળ કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર પણ સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સ્તરે થનારી મંત્રીસ્તરીય બેઠકોમાં ભાગ લેશે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે અમે એક અલગ પ્રકારની પરિસ્થિતિમાં આ સત્રમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ જે બહું જ રસપ્રદ થવાનો છે. ત્યારે  કોરોના સંકટ અને આ મહત્વપૂર્ણ બેઠક બન્ને આપણે કંઈક અલગ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

(10:06 am IST)