Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

૧૦૦ દેશોમાં બુલેટપ્રુફ જેકેટની નિકાસ જારી છે

કોંગ્રેસે ધ્યાન આપ્યું ન હતું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નાસિક, તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ૧૦ વર્ષ પહેલા ૨૦૦૯માં ૧૮૬૦૦૦ બુલેટપ્રુફ જેકેટની માંગ કરવામાં આવી હતી પરંતુ એનસીપીના સમર્થનથી ચાલી રહેલી કોંગ્રેસ સરકારે જેકેટની ખરીદી કરી ન હતી. ભાજપ-એનડીએની સરકાર સત્તામાં આવ્યા બાદ આ દિશામાં ધ્યાન આપવામાં આવ્યું હતું. આ બાબત ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું કે, આ જેકેટ ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. ભારત હવે દુનિયાના કેટલાક દેશોમાં સામેલ છે જે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડના બુલેટપ્રુફ જેકેટ બનાવે છે. ૧૦૦થી પણ વધારે દેશોમાં આ પ્રકારના જેકેટની નિકાસ કરવામાં આવી રહી છે. મોદીએ આ મામલામાં એનસીપી ઉપર આકરા પ્રહારો કરીને તેની મુશ્કેલી વધારી હતી.

(7:52 pm IST)