Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મુંબઇમાં અતિ ભારે વરસાદની ચેતવણી : રેડ એલર્ટ જાહેર

મુંબઇ-થાણે કોંકણ વિસ્તારની શાળા-કોલેજોમાં રજા : ટ્રાફિક સ્લો : માયાનગરીમાં ધોળા દિવસે અંધારૃઃ સપ્ટેમ્બરના ૧૮ દિવસમાં જ વરસાદે ૬પ વર્ષનો રેકર્ડ તોડયો : ૩૬ ઇંચ નોંધાયો

મુંબઇ, તા. ૧૯ : મહારાષ્ટ્રના પાટનગર મુંબઇ ઉપર ફરી વરસાદના કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. ભારે વરસાદ અને જળ બંબાકારને કારણે આ વખતે સીઝનમાં ત્રણ વખત પૂર જેવી સ્થિતિ નિહાળી ચૂકેલી મુંબઇમાં ફરી એક વખત અતિભારે વરસાદની આગાહી થઇ છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરેલ છે અને એવું અનુમાન છે કે, અત્યંત ભારે વરસાદ સાથે જ અનેક રેકર્ડ તૂટવાના છે. સ્થિતિને જોતા રાજય સરકારે મુંબઇ, થાણે, અને કોંકણ ક્ષેત્રમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.

વરસાદને કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર અટકી ગયો છે. વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર ગાડીઓની સ્પીડ ધીમી હોવાથી જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના ૧૩ જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયેલ છે. મુંબઇ ઉપરાંત રાયગઢ, સતારા, પૂણેમા પણ ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૮ દિવસમાં વરસાદે ૬પ વષનો રેકોર્ડ તોડયો છે. મુંબઇમાં ૯ર૧.૩ મીમી વરસાદ નોંધાયો છે. પાછલો રેકોર્ડ ૯ર૦ મીમી ૧૯પ૪નો હતો.

મુંબઇમાં જુનથી સપ્ટે. ચોમાસુ રહે છે હવે ૧ર દિવસ બાકી છે.

(11:28 am IST)