Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દેશમાં વરસાદની ઘટ છતાં સરકારે કૃષિ ઉત્પાદનોના લક્ષ્યાંકો ઊંચા મુક્યા

 

નવી દિલ્હી :દેશમાં વરસાદની ઘટ વચ્ચે સરકારે કૃષિ ઉત્પાદનના લક્ષ્યાંકો ઊંચા મૂક્યા છે. સરકારના અનુમાન અનુસાર વર્ષ 2018-19ની સિઝનમાં ચોખાનું ઉત્પાદન 11.30 કરોડ ટન થશે. જેમાં ખરીફમાં 9.80 કરોડ ટન અને રવીમાં 1.50 કરોડ ટન ઉત્પાદન રહેશે

   ઘઉંના ઉત્પાદનનો અંદાજ પણ 10 કરોડ ટન મૂકાયો છે. વર્ષ 2017-18માં ઘઉંનું ઉત્પાદન 9.97 કરોડ ટન રહ્યું હતુંસરકારના અંદાજ અનુસાર સરેરાશ ઉત્પાદન 28.52 કરોડ ટન થશે. જેમાં કઠોળનું 240 લાખ ટન, મકાઈનું 273 લાખ ટન અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન 360 લાખ ટન રહેશે.

  કપાસના ઉત્પાદનનો અંદાજ પણ 355 લાખ ગાંસડી મૂકાયો છે. વર્ષ 2017-18માં દેશમાં 28.48 કરોડ ટન ધાન્યપાકોનું ઉત્પાદન રહ્યું હતું

 

(9:45 pm IST)