Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

બેંકોના વિલયથી કર્મચારીઓમાં ફફડાટ : શું વિચારી રહ્યા છે ખાતા ધારકો

કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાને ભેગી કરી દેવામાં આવશે : આ નિર્ણયથી ત્રણેય બેંકના જુનિયર કર્મચારીઓ ડરેલા છે

નવી દિલ્હી તા. ૧૯ : નાણામંત્રી અરૂણ જેટલીએ ત્રણ બેંકોના વિલયની જાહેરાત પછી દેના બેંકના કર્મચારી વિનય પ્રકાશને તેમના હાથ નીચે કામ કરી રહેલા કર્મચારીઓના સતત ફોન આવી રહ્યાં છે. દરેક જણ નોકરી અંગે ચિંતીત છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાને ભેગી કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ત્રણેવ બેંકના જુનિયર કર્મચારીઓ ડરેલા છે.

પ્રકાશે કહ્યું, 'રાતે આશરે મને દસ ફોન આવ્યાં. તેઓ પૂછી રહ્યાં હતા કે હવે શું થશે. વરિષ્ઠ અધિકારી આ અંગે જાણે છે પરંતુ અન્ય ચિંતા કરે તે સ્વાભાવિક છે. આ પહેલા પણ જયારે કોઇ બેંકોના વિલય થયા છે ત્યારે લોકોની નોકરી ગઇ છે પરંતુ આ વખતે કંઇક સારૂ થવાની આશા છે.'

જોકે કેન્દ્રની જાહેરાતમાં નોકરી બચી રહેશે એવું કંઇ જ આશ્વાસન જોવા નથી મળ્યું. જેના કારણે બેંકમાં કામ કરતા અધિકારીઓ વધારે ચિતીંત છે. દિલ્હી સ્થિત એક એટીએમના ગાર્ડ રામ ચૌહાણે, બેંકના વિલય અંગે જાણતા નથી પરંતુ પહેલા પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સહાયક બેંકોના વિલય દરમિયાન તેમણે લોકોની નોકરીઓ જતા જોઇ છે.

નોકરી જવાના ખતરાથી ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇસ એસોશિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે, પહેલી વાત એ છે કે આ વાતનો કોઇ પુરાવો નથી કે બેંકોના વિલયથી તેમની તાકાત વધે છે કે પછી તેઓ વધારે શ્રેષ્ઠ બને છે. તેમણે તે પણ કહ્યું કે, બીજી તરફ આનું પરિણામના ભાગ રૂપે ઘણી શાખાઓ બંધ કરવામાં આવી. બૈડ લોન વધી ગઇ. સ્ટાફ અને વેપાર ઓછો થવાના પરિણામ સામે આવ્યાં. ૨૦૦ વર્ષમાં પહેલીવાર એસબીઆઈમાં નુકસાન થયું.

વેંકટચલમ પ્રમાણે એસબીઆઈના પાંચ સહાયક બેંકોની ૩૧ માર્ચ ૨૦૧૭ના પાંસઠ હજાર કરોડ રૂપિયા બૈડ લોન હતી અને એસબીઆઈના ૧૧૨૦૦૦ કરોડ રૂપિયા હતાં. કુલ મળીને બૈડલોન ૧૭૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ. તેમણે કહ્યું કે વિલય પછી વર્ષ ૨૦૧૮માં ૨૨૫૦૦૦ કરોડ રૂપિયાની બૈડ લોન વધી ગઇ છે. વર્ષ ૨૦૧૮માં આખી બેંકિંગ ઇન્ડસ્ટ્રી પર ૮,૯૫૬૦૦ કરોડની બૈડ લોન હતી. બેંકોના વિલય પછી ઘણાં ગ્રાહક પોતાના ખાતા બંધ કરીને બીજી બેંકમાં જતા રહે છે. મુંબઇના એક નિવાસી રાહુલ કૌશિકે કહ્યું કે, 'મારી પાસે વિજયા બેંકનું અકાઉન્ટ છે. હું કંઇપણ બદલવા માંગતો. આ ખોટું છે. શું ગ્રાહકોને પસંદગીનો કોઇ અધિકાર નથી.'

આ પહેલા ભારતીય રિઝર્વ બેંકથી ૨૧ સરકારી નિયંત્રિત બેંકોની વચ્ચે વિલય માટે ઉમેદવારીની એક યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા બૈડ લોનથી પ્રભાવિત બેંકિંગ પ્રણાલીને મજબૂત બનાવવાની વાત કહેવામાં આવી છે.મુંબઇના એક નિવાસી રાહુલ કૌશિકે કહ્યું કે, 'મારી પાસે વિજયા બેંકનું અકાઉન્ટ છે. હું કંઇપણ બદલવા માંગતો. આ ખોટું છે. શું ગ્રાહકોને પસંદગીનો કોઇ અધિકાર નથી.'

આ પહેલા ભારતીય રિઝર્વ બેંકથી ૨૧ સરકારી નિયંત્રિત બેંકોની વચ્ચે વિલય માટે ઉમેદવારીની એક યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા બૈડ લોનથી પ્રભાવિત બેંકિંગ પ્રણાલીને મજબૂત બનાવવાની વાત કહેવામાં આવી છે.

(2:33 pm IST)