Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ત્રણ બેંકોના વિલયબાદ બનતી નવી બેંક આવતા વર્ષ શરૂ થશે

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંત સુધીમાં જરૂરી પ્રક્રિયા થશે પૂર્ણ

નવીદિલ્હી, તા.૧૯: સાર્વજાર્નિક ક્ષેત્રની ત્રણ બેંકો બેંક ઓફ બરોડા વિજયાબેંક અને દેનાબેંકના વિલયથી બનનારી નવી બેંક આવતા વર્ષની નાણાંકીય વર્ષની શરૂઆતમાં કાર્ય કરવા લાગશે. સુત્રો દ્વારા આ અંગેની માહિતી મળી છે.

તેઓએ કહ્યું કે ત્રણ બેંકોની વિલય પ્રક્રિયા નકકી કરેલી મર્યાદામાં કાર્ય પૂર્ણ કરશે. અને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯મા૦ અંત સુધી દરેક જરૂરી નિયાનકીય પ્રક્રિયા પૂરી થવાની આશા છે. તેઓએ કહ્યું કે પેલી એપ્રિલ ૨૦૧૯થી નવી બેંક ચાલુ થશે. તેમની કહ્યા મુજબ બેંકોના નિદેશક મંડળોની આ મહિને બેઠક થશે. જેમાં એકીકરણની યોજના બનાવામાં આપશે. અને શેર અદલા-બદલી અનુપાત અને પ્રવર્તકો તરફથી મૂડીની આવશ્યકતા સહિત અને વિવિધ માહિતી અંગેની સમીક્ષા નકકી કરાશે.

ગયા વર્ષ સરકારે દેશની સૌથી મોટીબેંક ભારતીય સ્ટેટ બેંકમાં તેના પાંચ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકનુ વિલય કયું હતું. ત્યાર બાદ સ્ટેટ બેંક વિશ્વની શીર્ષ બેંકોમાં સામેલ થઇ છે. નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતા વાળી વિકલ્પિક વ્યવસ્થા' એ સોમવારે ત્રણ બેંકોનો વિલયનો નીર્ણય લીધો આ નિર્ણયથી એક મોટી બેંક અસ્તિાયમાં આવશે.

(1:40 pm IST)