Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પાક વિમા યોજનાના નાણા ચુકવવામાં મોડુ થશે તો વીમા કંપનીઓએ વ્‍યાજ ચુકવવું પડશે

પાક વિમાના કેસ બે મહિનામાં થશે ફાઇનલ : દિશા નિર્દેશો પ્રમાણે મોડુ થશે તો ૧ર ટકા વ્‍યાજ નવા પોર્ટલ દ્વારા નિગરાની રખાશે

નવી દિલ્‍હી તા. ૧૯ : પ્રધાન મંત્રી પાક વિમા યોજના હેઠળના દાવાઓની ચુકવણીમાં મોડુ થતુ હોવાની ફરીયાદો અવાર નવાર આવે છે. આ બાબત પર ધ્‍યાન આપીને સરકારે કડક વલણ અપનાવ્‍યું છે. હવે નિધારીત સમયમાં ચુકવણું ન કરે તો વીમા કંપનીએ ચુકવવાની રકમ પર ૧ર ટકાના દરે ખેડૂતોને વ્‍યાજ આપવું પડશે.

સરકારે પાક વિમાના દાવાઓ બાબતે રાજયો અને વીમા કંપનીઓને દંડ લગાવવાની જોગવાઇ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રાલય તરફથી આ બાબતે બહાર પડાયેલ દિશા નિર્દેશ માં કહેવાયું છે કે નકકી થયેલ સમય મર્યાદાના બે મહીના પછી પણ ખેડૂતોને પૈસા નહી ચુકવાય તો વીમા કંપનીઓએ ૧ર ટકાના દરે વ્‍યાજ ચુકવવું પડશે. રાજય સરકારો નિર્ધારીત સમયના ત્રણ માસ પછી પણ સબસીડીનું ચુકવણું ન કરે તો ૧ર ટકા ચુકવવું પડશે. નવા દિશા નિર્દેશો ૧ ઓકટોબરથી અમલમાં આવશે.

બાગાયત પાકો

પણ સામેલ કરાયા

સરકારે બહુ વર્ષી બગાયત પાકોને પાયલોટ પ્રોજેકટ રૂપે પ્રધાન મંત્રી પાક વિમા યોજનામાં સામેલ કરવનો નિર્ણય કર્યો છે. જેના હેઠળ વન્‍ય પ્રાણીઓના કારણે થનાર નુકસાનને પણ વીમા હેઠળ આવરી લેવાયું છે. જો કે આ યોજનાનો લાભ લેવા માટે આધાર નંબર અનિવાર્ય બનાવાયો છે.

 

(11:06 am IST)