Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ન્‍યાય ક્‍યાંથી મળે? : નીચલી અદાલતોમાં ૨૨ લાખ કેસો દસ વર્ષથી પેન્‍ડિંગ

આ તમામ કેસોમાં ૫,૯૭,૫૯૫ સિવિલ કેસો જ્‍યારે ૧૬.૯૨ લાખ ક્રિમિનલ કેસો છે

નવી દિલ્‍હી તા. ૧૯ : નેશનલ જયુડિશિયલ ડેટા ગ્રિડનાં ડેટા મુજબ, આજની સ્‍થિતિએ દેશની જુદી જુદી નીચલી અદાલતોમાં ૨૨,૯૦,૩૬૪ કેસો, કે જે દસ વર્ષથી જુના છે, પેન્‍ડિંગ છે. આ તમામ કેસોમાં, ૫,૯૭,૫૯૫ કેસો સિવિલ કેસો છે જયારે ૧૬.૯૨ લાખ ક્રિમિનલ કેસો છે. સિવિલ કેસોમાં સામાન્‍ય રીતે બે વ્‍યક્‍તિઓ અથવા સંસ્‍થાઓ વચ્‍ચેની તકરારને લગતાં હોય છે.

નેશનલ જયુડિસિય ડેટા ગ્રિડનો એ પ્રયાસ છે કે, દેશની અલગ અલગ અદાલતોમાં ચાલતા કેસોનું મોનિટરિંગ કરવું અને વિવિધ પ્રયાસો દ્વારા આ કેસોનો ઝડપથી નિકાલ કરવો. સુપ્રિમ કોર્ટની ઇ-કમિટિ દ્વારા નેશનલ જયુડિસિયલ ડેટા ગ્રિડ નામનો પ્રોજેક્‍ટ લોંચ કરવામાં આવ્‍યો હતો. દેશના અલગ-અલગ અદાલતોમાં પેન્‍ડિંગ કેસો વિશેના ડેટો એકત્રિક કરવાનો હેતુ આ પ્રોજેક્‍ટનો છે.

આ તમામ ડેટાને સિવિલ અને ક્રિમિનલ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્‍યા છે અને આ તમામ કેસો કેટલા વર્ષથી પડતર છે તેની વિગતો અલગ તારવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર દેશના ૨૪ રાજયોની હાઇકોર્ટોનાં મુખ્‍ય ન્‍યાયમૂર્તિઓને વિનંતી કરી રહી છે કે, વિવિધ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવે. આ કેસોમાં ૧૦ વર્ષથી જુના હોય તેનો સમાવેશ થાય છે.

વખતો વખતની કેન્‍દ્ર સરકારના કાયદા મંત્રીઓ હાઇકોર્ટનાં ન્‍યાયમૂર્તિઓને વિનંતી કરતા આવ્‍યા છે કે, તેમના કાર્યક્ષેત્રમાં આવતી નીચલી અદલતોમાં પડતર કેસોનો ઝડપથી નિકાલ થાય એ માટે પ્રયત્‍નો હાથ ધરે. આ પડતર કેસોનો નિકાલ કરવામાં જે કેટલાક પ્રયત્‍નો છે તેમાં વધુ ન્‍યાયાધીશોની ભરતી કરવાનો પણ સમાવેશ થાય છે

(11:20 am IST)