Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

પશ્ચિમ બંગાળના કેન્ડો ટાપુ પાસે બંગાળની ખાડીમાં એક માછીમારોની બોટ ડૂબી:પાંચ માછીમારો લાપતા

બોટમાં 18 લોકો સવાર હતા તેમાંથી 13 માછીમારોને બચાવી લેવાયા

પશ્ચિમ બંગાળના કેન્ડો ટાપુ પાસે બંગાળની ખાડીમાં એક માછીમારોની બોટ ડૂબી ગઈ હતી, જેમાં પાંચ માછીમારો ગુમ થયા હતા. એક અગ્રણી માછીમાર સંગઠનના અધિકારીએ આ માહિતી આપી હતી. બોટમાં 18 લોકો સવાર હતા.કાકદ્વીપ સબ-ડિવિઝનલ ઓફિસર અરણ્ય બેનર્જીએ જણાવ્યું કે કોસ્ટ ગાર્ડની એક ટીમ શનિવારે સવારે બચાવ કામગીરી માટે ટાપુની મુલાકાત લેશે. તે વિસ્તારમાં દરિયો તોફાની રહે છે કારણ કે નીચા દબાણનો વિસ્તાર બન્યો છે, જેના કારણે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે

પશ્ચિમ બંગાળ માછીમાર સંઘના જનરલ સેક્રેટરી બિજન મૈતીએ જણાવ્યું હતું કે, “જો કે આ ઘટના શુક્રવારની વહેલી સવારે બની હતી, પરંતુ અમને તેની જાણ ઘણી પછી થઈ હતી.” તેમણે કહ્યું કે 18 લોકોમાંથી 13ને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે પાંચ હજુ પણ ગુમ છે. મૈતીએ કહ્યું કે બચાવી લેવામાં આવેલા માછીમારોને દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે

(11:31 pm IST)