Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

યુક્રેન મોટા અોપરેશન્સની તૈયારી કરી રહ્યું છેઃ અણુ દુર્ઘટના સર્જાવાનો મોટો ભયઃ અડધો ડઝન દેશોને અસર થશે

નવી દિલ્હીઃ રશિયા તરફથી પરમાણુ હુમલા અંગેના નિવેદનો વારંવાર આવતા રહે છે. દુનિયા પુતિનને અનપ્રેડિક્ટેબલ સમજે છે. નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેનના યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ રશિયા કંઈ પણ કરી શકે છે. યુદ્ધને સમાપ્ત કરવા માટે વ્યૂહાત્મક પણ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.
રશિયાનું કહેવું છે કે યુક્રેન 19 ઓગસ્ટ આસપાસ મોટા ફ્લેગ ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કેમેરાની સામે આવીને તેને પરમાણુ દુર્ઘટના સાથે જોડી દીધી. યુક્રેનની સરકાર આજે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસની યુક્રેનની મુલાકાત દરમિયાન ઉશ્કેરણી કરી શકે છે અને આ પરમાણુ દુર્ઘટના માટે ફરીથી રશિયાને જવાબદાર ગણવામાં આવશે.
રશિયા સ્પષ્ટપણે કહે છે કે યુએન સેક્રેટરી જનરલ યુક્રેનમાં છે. એટલા માટે યુક્રેન ખોટા ફ્લેગ ઓપરેશન હાથ ધરી શકે છે. તેના દ્વારા તે વિશ્વને પરમાણુ વિનાશ તરફ લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ યુક્રેનના કિવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરે છે. તેણે ફરી એકવાર રશિયાને સૈન્ય કાર્યવાહી બંધ કરવાની અપીલ કરી. જો કે આ બધાની વચ્ચે યુક્રેને પણ અચાનક પરમાણુ બોîબ માટેની તૈયારી શરૂ કરી દીધી.
રશિયાના પરમાણુ નિષ્ણાતો પણ દાવો કરે છે કે જો કોઈ કારણસર રેડિયેશન લીક થશે તો યુરોપના 9 થી 12 દેશ પ્રભાવિત થશે. રેડિયેશન એક્સપોઝર તુર્કી, બલ્ગેરિયા, રોમાનિયા, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક, પોલેન્ડ, બાલ્ટિક દેશો તેમજ નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક જેવા દેશો સુધી પહોંચી શકે છે. તે લાખો લોકોને બીમાર કરી શકે છે અને હજારોના મોત નિપજાવી શકે છે.

(5:49 pm IST)