Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો બિહારના મુખ્‍યમંત્રી નીતીશ પર કટાક્ષ ઃ કહ્યું- સતત બોયફ્રેન્ડ બદલતી યુવતીઓ જેવા છે JDU નેતા

ઈન્દોર: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાલમાં બિહારની રાજનીતિના ઘટનાક્રમ પર કટાક્ષ કર્યો છે. નીતિશ કુમારે આરજેડી સાથે ગઠબંધન કરવા અને તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવવાના મામલે વિજયવર્ગીયએ કહ્યું હતું કે, જે રીતે અમેરિકામાં યુવતીઓ પોતના બોયફ્રેન્ડને બદલતી રહે છે. તેવી જ સ્થિતિ બિહારના મુખ્યમંત્રીની છે. આ ઉપરાંત તેમણે રાજ્યની રાજનીતિ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

ઈન્દોરના પિત્રુ પર્વત ખાતે કૈલાશ વિજયવર્ગીયએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે બિહારમાં રાજકીય ઉથલપાથલ થઈ રહી હતી ત્યારે તે અમેરિકામાં હતા. ત્યાર બાદ ચર્ચા દરમિયાન એમેરિકામાં કોઈએ કહ્યું હતું કે, આવું તો અહીં અમારી સાથે આવું થાય છે યુવતીઓ ગમે ત્યારે પોતાના બોયફ્રેન્ડ બદલી નાખે છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, બિહારના મુખ્યમંત્રીની પણ આવી જ સ્થિતિ છે ક્યારે કોની સાથે હાથ મિલાવવો અને ક્યારે છોડવો.

 ભાજપ સંસદીય બોર્ડમાંથી શિવરાજ સિંહ ચૌહાણને હટાવવાના સવાલ પર કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, આ પાર્ટીની સતત પ્રક્રિયા છે. પાર્ટી પોતાના પદાધિકારીઓની પસંદગી તે મુજબ કરે છે. તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાંથી સત્યનારાયણ જટીયાને તક મળી છે. તેઓ સારા મહેનતુ કાર્યકર છે. જ્યાં સુધી શિવરાજ જીનો સવાલ છે. 

તેમણે કહ્યું હતું કે, મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે પરંતુ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ અમારું નેતૃત્વ છે આગામી ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથના દાવાને કૈલાશ વિજયવર્ગીયએ પણ નકારી કાઢ્યો જેમાં તેઓ રાજ્યમાં કોંગ્રેસની આગામી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, કમલનાથજી 75ને વટાવી ગયા છે તેથી તેઓ જે પણ કહે તેનાથી કોઈ ફરક નહીં પડે.

(1:34 pm IST)