Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે ફરી દેખાયું ડ્રોન : BSFએ કર્યો ગોળીબાર કરતા પરત ફળ્યું ડ્રોન

અટારીના મુહાવા ગામમાં ડ્રોન જોવાયું :BSF તરફથી ફાયરિંગ કરવામાં આવતા ડ્રોન પાછું ગયું

નવી દિલ્હી :ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે અટારીના મુહાવા ગામમાં ડ્રોન જોવા મળ્યું, ત્યારબાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ગોળીબાર કર્યો. ફાયરિંગ દરમિયાન ડ્રોન પાછું ગયું. આ પછી બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આજે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સૈનિકોએ એક પાકિસ્તાની ડ્રોનને આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) પર પાછા ફરવા માટે મજબૂર કરી દીધું.  ઉલ્લેખનીય છે કે ડ્રોન IBના ભારતીય બાજુના સુલતાનપુર વિસ્તારમાં જોવા મળ્યું હતું. ડ્રોનને જોયા બાદતેના પર સતતર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેને IBની પાકિસ્તાન બાજુ પર પાછા ફરવાની ફરજ પડી હતી. જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓની મદદથી આતંકવાદી સંગઠનો વતી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન દ્વારા શસ્ત્રો ફેંકવાની ઘટના સુરક્ષા દળો માટે ચિંતાનો વિષય બની ગઈ છે.

(10:37 pm IST)