Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

વિધિની વિચિત્રતા કુદરત રીઝયા અને કોપાયમાન પણ થયા : કેરળ પૂરના કારણે 'દરેક જગ્યાએ પાણી પાણી: છતાં પીવા માટે એક ટીપું પણ નથી

Photo : Keral Pani

નવી દિલ્હી : કેરળમાં પૂરની પરિસ્થિતિ એટલી ભયાનક હદે પહોંચી ચૂકી છે કે 3 લાખ લોકોને તેમના ઘર છોડવાનો વારો આવ્યો.

આ પૂર સદીનું સૌથી ભયાનક પૂર હોવાનું માનવામાં આવે છે.

પૂરની પરિસ્થિતિનું રિપોર્ટિંગ કરવા માટે બીબીસીનાં મહિલા પત્રકાર પ્રમિલા ક્રિષ્નન ત્યાં હાજર હતાં.

જોકે, પરિસ્થિતિ બગડતા તેઓ પણ આ પૂરમાં ફસાયાં હતાં.

કુદરતના કહેરે કેરળમાં કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું તેનું વર્ણન પ્રમિલાએ તેમના શબ્દોમાં કર્યું છે.

કેરળ પૂરની પળેપળનું રિપોર્ટિંગ કરતી વખતે મને જાણ નહોતી કે હું પણ પૂરનો ભોગ બની જઈશ.

હું જે હોટલમાં રોકાઈ છું, ત્યાં હાજર એક સાઠ વર્ષનાં ઘરડાં મહિલાએ આંખોમાં આંસુ સાથે મને મદદ માટે કહ્યું.

મેં તેમને દિલાસો આપવા માટે કહ્યું, "મા, મેં કલેક્ટરને જાણ કરી દીધી છે. આપણને બચાવી લેવાશે."

એર્નાકુલમના સ્થાનિક ધારાસભ્ય હીબી ઇડને મને ફોન પર જણાવ્યું કે મારી હોટલ ઊંચાણવાળા વિસ્તારમાં છે એટલા માટે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શક્ય નથી.

(12:24 pm IST)