Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

દેશના વિદેશી અનામત હૂંડિયામાનામાં ચાર મહિનામાં 25 અબજ ડોલરનો જંગી ઘટાડો

ઘરેલૂ મુદ્રાને મજબૂતી આપવા માટે ડોલરને વેચ્યો જેથી વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો.

મુંબઈ: દેશનું વિદેશી મુદ્રા ભંડાર 13 એપ્રિલથી 10 ઓગસ્ટ વચ્ચે લગભગ ચાર મહિનામાં 25.15 અબજ ડોલર (લગભદ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા)નો ઘટાડો થઈ ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતથી રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાના કારણે રિઝર્વ બેંકે ઘરેલૂ મુદ્રાને મજબૂતી આપવા માટે ડોલરને વેચ્યો જેથી વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો.


રિઝર્વ બેંકના તાજા આંકડાઓ અનુસાર વિદેશી મુદ્રા ભંડાર 13 એપ્રિલ 2018ના અંતમાં રેકોર્ડ 42.028 અબજ ડોલર સુધી પહોંચી ગયા હતા જે 10 ઓગસ્ટના અંત દરમિયાન એક સમય 400.88 અબજ ડોલર ગગડ્યો હતો.

જોકે, સત્તાવાર રૂપથી આરબીઆઈ રૂપિયાને કોઈ નિશ્ચિત સ્તર પર બનાવવી રાખવા માટે પ્રતિબદ્ધ નથી પરંતુ મુદ્રા ભંડારમાં આવેલ ઘટાડાથી સ્પષ્ટ છે કે, કેન્દ્રીય બેંક ઘરેલૂ મુદ્રાને મજબૂતી આપવા માટે ડોલરનું વેચાણ કરી રહી છે.

ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલરના વિરૂદ્ધ રૂપિયો 70.15ની ઐતિહાસિક રૂપથી ન્યનતમ સ્તર પર પહોંચી ગયો છે.

(11:09 am IST)