Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કેરળ બાદ કર્ણાટકમાં પૂરની સ્થિતિ : કુમારસ્વામીએ કર્યું હવાઈ નિરીક્ષણ :કોડગૂમાં 600થી વધારે લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડાયા

કેરળ બાદ કર્ણાટકમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ પુરગ્રસ્ત કોડગૂ અને કૌશલનગરનું હવાઈ સર્વેક્ષણ કર્યુ હતું. કર્ણાટકના કોડગૂમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. કર્ણાટકના કોડગૂમાં અત્યાર સુધીમાં 600થી વધારે લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  દરિયા કિનારે પડેવા વરસાદના કારણે 18 જેટલા રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. સરકારે નિચાણ વાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને રાહત કેમ્પમાં ખસેડ્યા છે.  હવામાન વિભાગની ચેતવણી બાદ રાજ્યના અનેક શહેરોમાં રેસ્કયૂ ટીમને તૈનાત કરવામાં આવી છે.

(12:00 am IST)