Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બ્લેક ફ્રાઇડે : રોકાણકારોએ ૨.૧૨ લાખ કરોડ ગુમાવ્યા

છેલ્લા બે દિવસમાં જ ૩.૭૫ લાખ કરોડ ગુમાવ્યા : ૫૧૭ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા

મુંબઈ, તા. ૧૯ : શેરબજારમાં છેલ્લા બે દિવસથી ભારે અફડાતફડી ચાલી રહી છે. કેલેન્ડર ૨૦૧૯માં સૌથી મોટા બીજા કડાકારૂપે ઇક્વિટી બેરોમીટર સેંસેક્સમાં ઘટાડો થઇ ચુક્યો છે. મૂડીરોકાણકારોને પણ અભૂતપૂર્વ નુકસાન થયું છે. શેરબજારમાં છેલ્લા બે દિવસના ગાળામાં અભૂતપૂર્વ વેચવાલી વચ્ચે રોકાણકારોને ભારે નુકસાન થયું છે.

મૂડીરોકાણકારોએ બે દિવસના ગાળામાં ૩.૭૫ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે.

આજે શુક્રવારના દિવસે રોકાણકારોએ ૨.૧૨ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડી ૧૪૫૩૪૭૫૮.૫૩ કરોડ થઇ ગઇ છે જે બુધવારના દિવસે ૧૪૯૧૩૮૦૬.૪૨ કરોડ હતી. એમએન્ડએમ, મારૂતિ, યશ બેંક, બજાજ કન્ઝ્યુમર, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, વોડાફોનઆઈડિયા, ઇન્ડિયા બુલ્સ સહિત ૫૧૭ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ચુક્યા છે. ૨૮૧ શેર લોઅર સર્કિટ ઉપર ટકરાયા છે. આરઆઈએલના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. રોકાણકારોને અભૂતપૂર્વ ફટકો બે દિવસમાં થઇ ગયો છે.

 

(7:21 pm IST)