Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પ્રવાસીઓના કારણે વાઘના સ્વાસ્થ્ય પ્રજનન ઉપર અવળી અસર

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેકયુલર બાયોલોજીનો ચોંકાવનારો રિપોર્ટ : મળ-મૂત્રમાંથી તનાવ વધારનારા રસાયણો મળ્યાઃ કેન્દ્રને રિપોર્ટ અપાશે

ભોપાલ, તા. ૧૯ : નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં પ્રવાસીઓની વધતી સંખ્યાથી સરકારો ભલે પોતાની જ પીઠ થાબડે પણ તેના કારણે વાઘોમાં તણાવ વધી રહ્યો છે.

હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેકયુલર બાયોલોજી (સીસીએમબી)ના રિપોર્ટમાં જાહેર થયું છે કે મધ્ય પ્રદેશના બંધવગઢ અને કાન્હા ટાઇગર રિઝર્વના વાઘો પ્રવાસીઓની વધારે અવર જવરના કારણે ભારે મનોવૈજ્ઞાનિક તણાવમાં રહે છે. તેનાથી તેના આરોગ્ય અને પ્રજનન ક્ષમતા પર પ્રતિકુળ અસરો ઉભી થાય છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો વાઘ વિલુપ્ત થવાની સ્થિતિમાં પહોંચી શકે છે.

સીસીએમબીના વૈજ્ઞાનિક ડોકટર જી. ઉમાપતિ અને તેમની ટીમે ત્યાં વાઘોના મળમૂત્રના ૩૪૧ સેમ્પલો એકઠા કર્યા હતાં. જેમાંથી તેમને ચોંકાવનારી સાબિતીઓ મળી હતી. જયારે પ્રવાસીઓ ઓછા હોય ત્યારે તેનું પ્રમાણ સામાન્ય સ્તર પર હતું એફ.જી.સી.એમ. વાઘોમાં તણાવ ઉત્પન્ન કરવા માટે જવાબદાર માનવામાં આવે છે.

સીસીએમબીએ રિપોર્ટમાં વાઘોમાં તણાવ ઓછો કરવા માટેના સૂચનો પણ આપ્યા છે જેમાં ટાઇગર રીઝર્વમાં વાહનોની અવર જવર ઓછી કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.

(3:37 pm IST)