Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બિહારમાં મોબ લિન્ચિંગ : છપરામાં પશુ ચોરીની શંકાએ ત્રણની હત્યા : પીકઅપ વાન જોતા ગામલોકો તૂટી પડ્યા

છપરા બનિયાપૂર વિસ્તારમાં ત્રણ લોકોને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યા

બિહારમાં મોબ લિન્ચિંગની ઘટના બની છે જાણવા મળ્યા મુજબ છપરાના બનિયાપુર વિસ્તારમાં લોકોના ટોળાએ ત્રણ લોકોને પશુ ચોરીના આરોપમાં ઢોર માર મારી હત્યા કરી નાખી હતી

  ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને પોલીસ તપાસ ચાલી રહી છે. ત્રણેય મૃતકની ઓળખ થઈ છે, જેમના નામ રાજૂ કુમાર, દિનેશ કુમાર અને મોહમ્મદ નૌશાદ છે. અને આ ત્રણેય નજીકના ગામ પૈગંબરપુર અને કન્હૌલીના રહેવાસી છે.
   મળતી જાણકારી મુજબ,સ્થાનિક લોકોએ પશુ ચોરીના આશંકાથી સવારે ત્રણ લોકોની મારી-મારીને હત્યા કરી હતી સ્થાનિક લોકોને પશુ હોવાની જાણ થઈ હતી.તેઓએ મામલામાં પૂરતી માહિતી મેળવ્યા વગર આ લોકો સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું જેના કારણે તેમનું મોત થયું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. બીજી તરફ મૃતકોના પરિવારો આ ઘટનાથી ઘેરા આઘાતમાં છે.

(11:58 am IST)